મેધમહેર@બનાસકાંઠા: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુઇગામમાં

અટલ સમાચાર,પાલનપુર કોરોના મહામારી વચ્ચે આગાહી મુજબ બનાસકાંઠામાં મેધમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જીલ્લાનો સૌથી વધુ વરસાદ સુઇગામ તાલુકામાં નોંધાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે કાંકરેજમાં 50 મીમી, ભાભરમાં 25 મીમી અને દાંતામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને લઇ જીલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને ભારે
 
મેધમહેર@બનાસકાંઠા: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુઇગામમાં

અટલ સમાચાર,પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આગાહી મુજબ બનાસકાંઠામાં મેધમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં જીલ્લાનો સૌથી વધુ વરસાદ સુઇગામ તાલુકામાં નોંધાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે કાંકરેજમાં 50 મીમી, ભાભરમાં 25 મીમી અને દાંતામાં 12 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને લઇ જીલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુઇગામ પંથકમાં 64 મીમી આવ્યો હતો. ગઇકાલે સાંજે સતત 30 મિનિટ ધીમીધારે વરસાદ આવતા ખેડૂતોના ચહેર ઉપર ખુશી જોવા મળી હતી. સુઇગામના અનેક ગામોમાં વરસાદી માહોલ વચ્ચે પંથક ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તરફ કાંકરેજ, ભાભર અન દાંતામાં પણ 10 મીમી કરતાં વધારે વરસાદ નોંધાયો હતો.