બેઠક@પાલનપુર: કોરોનાનો શંકાસ્પદ વ્યક્તિ જાહેરમાં દેખાય તો ફરીયાદના આદેશ

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને લઇ પાલનપુર ખાતે આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં બહારથી આવેલ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલ વ્યક્તિ બહાર ફરતો દેખાય તો ફરીયાદ દાખલ કરી તેને સારવાર આપવા કલેકટરે અધિકારીઓને આદેશ કર્યો છે. પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ અધિકારીઓની બેઠકમાં તેમણે જણાવ્યું હતુ કે, કોરોના વાયરસના સંક્રમણમાં લોકો ન
 
બેઠક@પાલનપુર: કોરોનાનો શંકાસ્પદ વ્યક્તિ જાહેરમાં દેખાય તો ફરીયાદના આદેશ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને લઇ પાલનપુર ખાતે આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં બહારથી આવેલ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલ વ્યક્તિ બહાર ફરતો દેખાય તો ફરીયાદ દાખલ કરી તેને સારવાર આપવા કલેકટરે અધિકારીઓને આદેશ કર્યો છે. પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ અધિકારીઓની બેઠકમાં તેમણે જણાવ્યું હતુ કે, કોરોના વાયરસના સંક્રમણમાં લોકો ન આવે તે માટે આપણે ખુબ મોટી સેવાનું કામ કરી રહ્યા છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યુ હતુ કે, કોરોના સંક્રમણને અટકાવવા બહારથી આવેલ વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની વિગતવાર માહિતી રાખવાની રહેશે. તેમણે બહારથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. તેમણે કહ્યું કે, લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય તો સરકારી ક્વોરોન્ટાઇન માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ અત્યારથી તૈયાર રાખવી જરૂરી છે.

બેઠક@પાલનપુર: કોરોનાનો શંકાસ્પદ વ્યક્તિ જાહેરમાં દેખાય તો ફરીયાદના આદેશ

આ સાથે સરકારી ક્વોરોન્ટાઇનમાં મેનપાવર, ભોજન વ્યવસ્થા, માસ્ક, સેનિટાઇઝેશન સહિત તમામ વ્યવસ્થા ગોઠવવામાં તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે,કોરોના વાયરસની પરિસ્થિતિના કંટ્રોલ માટે આરોગ્ય વિભાગની 3,000 ટીમો ઘરે ઘરે ફરી સર્વે કરી રહી છે. આ ઉપરાંત કલસ્ટર અને ઘરે ઘરે ફરી તલાટી અને શિક્ષકો પણ સર્વે હાથ ધરશે.

હોમ ક્વોરોન્ટાઇનમાં રખાયેલ વ્યક્તિઓના ઘર આગળ સ્ટીકર લગાવાયા: જિલ્લા વિકાસ અધિકારી 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું કે, જે લોકો જિલ્લા બહારથી વતનમાં આવ્યા છે તેમને ૧૪ દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરોન્ટાઇનમાં રખાયેલ વ્યક્તિઓના ઘર આગળ સ્ટીકર લગાવવામાં આવ્યા છે અને આવા ઘરોની મુલાકાત લોકોએ ન લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. દહીયાએ કહ્યું કે, લોકોમાં એવી અવેરનેશ લાવીએ કે બહારથી આવનાર લોકોને મળવાનું ટાળે. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગની આશા વર્કર બહેનો, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે ફરી સર્વે કરી રહ્યા છે. તેમણે કોરોના સંક્રમણથી બચવા ૧૦૦ ટકા હોમ ક્વોરોન્ટાઇન થાય તે દિશામાં કામ કરવા અધિકારીઓને જણાવ્યું હતું.