મેઘમહેર@બનાસકાંઠા: વહેલી સવારથી ભારે વરસાદ, નદીમાં નવા નીર આવ્યાં

અટલ સમાચાર,બનાસકાંઠા(કિશોર નાયક, અંકુર ત્રિવેદી) કોરોના કહેર વચ્ચે હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠામાં મેઘરાજાની ત્રણ દિવસનાં વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બનાસકાંઠાનાં દાંતામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તો અમીરગઢ ડીસા દાંતીવાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે આ વરસાદનાં કારણે
 
મેઘમહેર@બનાસકાંઠા: વહેલી સવારથી ભારે વરસાદ, નદીમાં નવા નીર આવ્યાં

અટલ સમાચાર,બનાસકાંઠા(કિશોર નાયક, અંકુર ત્રિવેદી) 

કોરોના કહેર વચ્ચે હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠામાં મેઘરાજાની ત્રણ દિવસનાં વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બનાસકાંઠાનાં દાંતામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તો અમીરગઢ ડીસા દાંતીવાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે આ વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક નદીઓ સજીવ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં મેઘમહેર યથાવત હોઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલનપુરથી દાંતા જતા માર્ગ પર મોટસડા પાસેની નદી વહેતી થઈ છે. આ તરફ દાંતા પાસેની પેથાપુરા કુવારીકા નદી પણ સિઝનમાં પ્રથમ વખત સજીવન થઈ છે. બનાસકાંઠાનાં ડીસા, પાલનપુર, દાંતીવાડાનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મેઘમહેર@બનાસકાંઠા: વહેલી સવારથી ભારે વરસાદ, નદીમાં નવા નીર આવ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશી રહેલી જોવા મળી રહી છે. ખેડૂતોનાં પાકને આ વરસાદનાં કારણે ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. આમ બનાસકાંઠામાં પડી રહેલ વરસાદમાં ક્યાંક મુશ્કેલી છે, તો ક્યાંક ફાયદો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ હાલ પડી રહ્યો છે. ડીસાથી દાંતીવાડા અમીરગઢને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રાહદારીઓ પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

મેઘમહેર@બનાસકાંઠા: વહેલી સવારથી ભારે વરસાદ, નદીમાં નવા નીર આવ્યાં

વડગામના મોરીયા ગામની સરસ્વતી નદી બે કાંઠે

સતત વરસી રહેલા વરસાદને કારણે વડગામના મોરિયા ગામે સરસ્વતી નદી બે કાંઠે વહી રહી છે. દાંતા પંથકમાં ભારે વરસાદથી અંધારિયા ગામની નદીમાં પણ નવા નીર આવ્યા છે. સીજનનો પ્રથમવાર ભારે વરસાદથી નદીના પ્રવાહ મુક્તેશ્વર ડેમ તરફ હોવાથી પાણી ભરાવાની આશા બંધાઇ છે. જોકે હાલ નદીના ભારે પ્રવાહના કારણે નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધાની રાખવા સુચન કરાયુ છે.

મેઘમહેર@બનાસકાંઠા: વહેલી સવારથી ભારે વરસાદ, નદીમાં નવા નીર આવ્યાં

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ત્રણ ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં જીલ્લાના જળાશયમાં પાણીની નોધપાત્ર આવક થઇ છે. બનાસકાંઠા જીલ્લાના મુખ્ય જળાશય દાતીવાડામાં હાલની સપાટી 571.65 ફીટ તેમજ પાણીનો જથ્થો 30.03 ટકા છે. હાલ પાણીની આવક 9935 ક્યુસેક ચાલુ છે. આ તરફ સિપુડેમમાં હાલની સપાટી 573.35 ફીટ જ્યારે પાણીની આવક 1942 ક્યુસેક છે અને પાણીનો જથ્થો માત્ર 1942 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે. આ સાથે મુક્તેશ્વર ડેમમાં પાણીની સપાટી 629.49 ફીટ પાણીની આવક 2430 ક્યૂસેક છે. હાલમાં પાણીનો જથ્થો 7.84 ટકા છે.