મેઘમહેર@બનાસકાંઠા: આગાહી વચ્ચે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર રાજ્યમાં આગામી પાંચેક દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે. જોકે આજે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી પણ કરી હોઇ વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જીલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં પંથકના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. જીલ્લામાં ફરી વરસાદ
 
મેઘમહેર@બનાસકાંઠા: આગાહી વચ્ચે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

રાજ્યમાં આગામી પાંચેક દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે. જોકે આજે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી પણ કરી હોઇ વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જીલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થતાં પંથકના ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. જીલ્લામાં ફરી વરસાદ શરૂ થતાં બાજરી-મગફળી જેવા ચોમાસુ પાકને લઈ ખેડૂતોની આંખોમાં ચમક જોવા મળી રહી છે.

મેઘમહેર@બનાસકાંઠા: આગાહી વચ્ચે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે સવારથી જ ઝરમર ઝરમર વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. પ્રથમ વરસાદમાં ખેડૂતોએ મગફળી-બાજરીનો ચોમાસુ પાક વાવણી કર્યા બાદ વરસાદ ખેચાંતા ચિંતાતુર બન્યા હતા. જોકે આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોના ચહેર પર ખુશી જોવા મળી રહી છે. આ તરફ ઉપરવાસમાં નહિવત્ જેટલો વરસાદ હોવાથી જિલ્લાના ડેમ, તળાવ, ચેક ડેમો હજુ પણ કોરા ડાકોર જોવા મળી રહ્યા છે. જેને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. નોંધનિય છે કે, આ વર્ષ સીઝનનો અત્યાર સુધી સરેરાશ વરસાદ 25.41 નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો