મેઘમહેર@બેચરાજી: ધોધમાર વરસાદથી ગંજબજારમાં પાણી ઘુસ્યાં, વેપારી-ખેડૂતો પરેશાન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે આવેલા વરસાદને કારણે બેચરાજીમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. આ તરફ બેચરાજી સહિત મહેસાણા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવતાં ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી હતી. બેચરાજીમાં ગઇકાલે આવેલા વરસાદને કારણે ગંજબજારમાં વરસાદી પાણી ભરાઇ જતાં વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અટલ સમાચાર આપના
 
મેઘમહેર@બેચરાજી: ધોધમાર વરસાદથી ગંજબજારમાં પાણી ઘુસ્યાં, વેપારી-ખેડૂતો પરેશાન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે આવેલા વરસાદને કારણે બેચરાજીમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. આ તરફ બેચરાજી સહિત મહેસાણા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવતાં ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી હતી. બેચરાજીમાં ગઇકાલે આવેલા વરસાદને કારણે ગંજબજારમાં વરસાદી પાણી ભરાઇ જતાં વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મેઘમહેર@બેચરાજી: ધોધમાર વરસાદથી ગંજબજારમાં પાણી ઘુસ્યાં, વેપારી-ખેડૂતો પરેશાન

મહેસાણા જીલ્લાના બેચરાજીમાં ગઇકાલે સાંજે આવેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઇ વેપારી અને ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. આ તરફ મહેસાણા શહેરમાં રાત્રે 2 ઇંચ વરસાદ ખાબક્યો હોઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. મહેસાણા શહેરના પરા ટાવર રોડ બાજુથી લાખવડી ભાગોળ ચોકમાં વરસાદી પાણી ભરાયુ હતુ. આ સાથે શહેરના ધરમ સિનેમા રોડ પર વરસાદના કારણે પાણી ભરાયું હતું.