મેઘમહેર@ગુજરાત: 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, તલોદમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદન નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં સૌથી વધારે 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠાના વિજયનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે
 
મેઘમહેર@ગુજરાત: 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, તલોદમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદન નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં સૌથી વધારે 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠાના વિજયનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે વિજયનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડબ્રહ્મા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત પાંચમા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. વહેલી સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરતા પાલનપુર, ડીસા, દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. ત્યારે હવે મોડે- મોડે પણ વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશ થયા છે. આ વરસાદ ખેડૂતોના મગફળી, બાજરી,જુવાર સહિતના ખરીફ પાકો માટે કાચા સોના સમાન સાબિત થશે. આ તરફ ભીલડી અને પાલનપુર સહિતના પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક સોસાયટી અને રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. હાલ બનાસકાંઠામાં સરેરાશ 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.