મેઘમહેર@ઉ.ગુ: ભયંકર ઉકળાટ વચ્ચે મોડીસાંજે આવ્યો વરસાદ, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ગઇકાલે મોડીસાંજે વરસાદ આવ્યો હતો. આ તરફ અગાઉના ભારે વરસાદને કારણે અમુક ખેતરોમાં પાણી હજી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ આવતાં ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. ગઇકાલે મોડી સાંજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ આવ્યો
 
મેઘમહેર@ઉ.ગુ: ભયંકર ઉકળાટ વચ્ચે મોડીસાંજે આવ્યો વરસાદ, ખેડૂતો ચિંતિત

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં ગઇકાલે મોડીસાંજે વરસાદ આવ્યો હતો. આ તરફ અગાઉના ભારે વરસાદને કારણે અમુક ખેતરોમાં પાણી હજી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ આવતાં ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે. ગઇકાલે મોડી સાંજે બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જીલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ગઇકાલે આવેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. બનાસકાંઠામાં ભારે પવન સાથે પાલનપુર, ડીસા ,વાવ, થરાદ અને અમીરગઢમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં દોઢ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. આ તરફ સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ભિલોડા અને વિજયનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે અગાઉ આવેલા વરસાદથી થયેલા નુકશાન અને ફરી વરસાદ આવતાં ખેડૂતોની મુંઝવણ વધી છે.