મેઘમહેર@ઉ.ગુ: વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહતની સામે ખેડૂતોમાં ચિંતા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ (હર્ષલ ઠાકર, કીશોર નાયક, અંકુર ત્રિવેદી) કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં આજે મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, લાખણી, વડગામ, સિધ્ધપુર, મહેસાણા, ચાણસ્મા અને પાટણ શહેરમાં વરસાદ આવતાં શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. આ તરફ ખેડૂતોને કૃષિપાકને
 
મેઘમહેર@ઉ.ગુ: વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહતની સામે ખેડૂતોમાં ચિંતા

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ (હર્ષલ ઠાકર, કીશોર નાયક, અંકુર ત્રિવેદી)

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં આજે મેઘરાજાની પધરામણી થઇ છે. જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, લાખણી, વડગામ, સિધ્ધપુર, મહેસાણા, ચાણસ્મા અને પાટણ શહેરમાં વરસાદ આવતાં શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. આ તરફ ખેડૂતોને કૃષિપાકને લઇ ભારે મુંઝવણમાં મુકાયા છે. નોંધનિય છે કે, અગાઉ આવેલા ભારે વરસાદને કારણે કૃષિપાકને ભારે નુકશાન પહોંચ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મેઘમહેર@ઉ.ગુ: વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહતની સામે ખેડૂતોમાં ચિંતા

ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણવાસીઓને આજે બપોરે આકરી ગરમી બાદ વરસાદ આવતાં રાહત મળી છે. આજે બપોરના સમયે પાટણ શહેરમાં વરસાદ આવ્યો હતો. આ સાથે સિદ્ધપુર પંથકમાં ગઈકાલે સાંજે પડેલા વરસાદ બાદ આજરોજ ફરી સાંજે વાદળછાયું વાતાવરણ કર્યું હતું. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોચી હતી.

મેઘમહેર@ઉ.ગુ: વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહતની સામે ખેડૂતોમાં ચિંતા

ગાજવીજ અને પવન સાથે વરસાદ આવતા જ લોકો એ અસહ્ય ઉકળાટમાંથી રાહત અનુભવી હતી. મન મૂકીને વરસેલા વરસાદથી રોડ રસ્તા અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યાં હતા. જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સિદ્ધપુર નગરના જાહેર રસ્તાઓની દૈનિક સફાઈમાં રખાતી કચાસથી જાહેર માર્ગો ઉપર પડી રહેતી રેત-માટીમાં વરસાદી પાણી ભરાતા માર્ગો ઉપર કાદવ-કીચ્ચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.

મેઘમહેર@ઉ.ગુ: વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, ગરમીથી રાહતની સામે ખેડૂતોમાં ચિંતા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ તરફ ધાનેરા, થરાદ, પાલનપુર, લાખણી અને વડગામમાં વિરામ બાદ વરસાદ આવતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સાથે ગામડાના રસ્તાઓ પાણી-પાણી બનતાં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અગાઉ પડેલા વરસાદથી તાલુકાના કેટલાય ખેતરોમાં ભરાઈ ગયેલા પાણી ઓસર્યા નથી ત્યાં ફરી વરસાદ પડતાં આવા ખેતર માલિકોની મુશ્કેલીઓમાં પડેલા આ વરસાદે વધારો કરી દીધો છે.