મેઘમહેર@ઉ.ગુ: મેઘરાજાની એન્ટ્રી થતાં ગરમીથી રાહત, કૃષિપાક માટે હજી વરસાદની જરૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં લાંબા વિરામ બાદ ગઇકાલે સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ તરફ ભારે બફારા અને અસહ્ય ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે કૃષિપાક માટે હજી પણ વરસાદની જરૂર હોઇ ખેડૂતો આકાશ તણી મીટ માંડીને બેઠા છે. અટલ
 
મેઘમહેર@ઉ.ગુ: મેઘરાજાની એન્ટ્રી થતાં ગરમીથી રાહત, કૃષિપાક માટે હજી વરસાદની જરૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં લાંબા વિરામ બાદ ગઇકાલે સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ તરફ ભારે બફારા અને અસહ્ય ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે કૃષિપાક માટે હજી પણ વરસાદની જરૂર હોઇ ખેડૂતો આકાશ તણી મીટ માંડીને બેઠા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી મારતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જૂલાઇ મહિના બાદ વરસાદ વિરામ લીધો હતો પરતું હવામાન વિભાગની આગાહી બાદ ગઈ કાલે રાજ્યના 115 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો હતો. જેમાં ઉત્તર ગુજરાતના પાલનપુરમાં 2 ઇંચ વરસાદ, સિદ્ધપુરમાં 2 ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ જ્યારે સરસ્વતિ, ઉંઝા, પ્રાંતિજ અને પાટણમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ વડગામ અને થરાદમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોડાસા અને જોટાણામાં પણ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે અમીરગઢ, ધનસુરા અને બેચરાજી, કાંકરેજમાં અડધો ઈંચ વરસાદ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કડીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ તરફ હવે વરસાદની એન્ટ્રી બાદ કૃષિપાક માટે હજી વધુ વરસાદની જરૂર હોય ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.