મહેસાણા: લીંચ થી વિદેશી દારૂ સહિત 5.68લાખ નો મુદ્દામાલ પકડાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પોલીસ અધિક્ષક, નિલેશ જાજડીયા એ મહેસાણા જિલ્લામાં આગામી રથયાત્રાનો તહેવાર આવતો હોઇ પ્રોહીબિશનની બદી નાબુદ કરવા તેમજ નાસતા ફરતા આરોપી પકડવા તેમજ મિલ્કત વિરૂધ્ધના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય તે લગત પો.ઇન્સ. એસ.એસ.નિનામા એલ.સી.બી. મહેસાણા નાઓ સાથે પો.સ.ઇ. આર.જી.ચૌધરી તથા એ.એસ.આઇ રમેશજી રજુજી તથા એ.એસ.આઇ ઝહીરખાન ઇબ્રાહીમખાન તથા એ.એસ.આઇ રહેમતુલ્લાખાન આજમખાન
 
મહેસાણા: લીંચ થી વિદેશી દારૂ સહિત 5.68લાખ નો મુદ્દામાલ પકડાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પોલીસ અધિક્ષક, નિલેશ જાજડીયા એ મહેસાણા જિલ્લામાં આગામી રથયાત્રાનો તહેવાર આવતો હોઇ પ્રોહીબિશનની બદી નાબુદ કરવા તેમજ નાસતા ફરતા આરોપી પકડવા તેમજ મિલ્કત વિરૂધ્ધના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય તે લગત પો.ઇન્સ. એસ.એસ.નિનામા એલ.સી.બી. મહેસાણા નાઓ સાથે પો.સ.ઇ. આર.જી.ચૌધરી તથા એ.એસ.આઇ રમેશજી રજુજી તથા એ.એસ.આઇ ઝહીરખાન ઇબ્રાહીમખાન તથા એ.એસ.આઇ રહેમતુલ્લાખાન આજમખાન તથા અ.હેઙકો. દિલીપકુમાર ગોવીંદભાઇ તથા અ.હેડ.કોન્સ ચતુરજી વિરસંગજી તથા આ.પો.કોન્સ. અબ્દુલગફાર સૈયદઅલી વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સબ.ઇન્સ. આર.જી.ચૌધરી તથા અ.હેઙકો. દિલીપકુમાર ગોવીંદભાઇ નાઓને સંયુકત રીતે હકિકત મળેલ કે ઠાકોર સુરેશજી ચેલાજી રહે.લીંચ મુવાડાની સીમ વાળો બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી લીંચ ગામની સીમમાં સંતાડી ઇગ્લીંશ દારૂનો વેપાર કરે છે.

જે બાતમી આધારે પંચો સાથે અલગ અલગ બે ટીમો બનાવી હાઇવે રોડ ઉપર તથા લીંચ ગામે મુવાડાની સીમમાં ઠાકોર સુરેશજી ચેલાજીના ઘરથી થોડેક દુર વાંચમાં રાખેલ દરમ્યાન એક સફેદ કલરની હોન્ડાસીટી ગાડી હાઇવે રોડ ઉપરથી જગુદન લીંચ ચોકડી ઉપરથી સર્વીસ રોડ થઇ લીંચ ગામની સીમમાં મુવાડા તરફ જતાં અને સદર ગાડી શકમંદ જણાતાં તેનો પીછો કરતાં સદર ગાડીના ચાલકે ગાડી એકદમ ભગાડતાં ગાડી ઝાડ સાથે ઘસડાયેલ અને સરકારી ગાડીથી સામેથી રોડ બ્લોક કરતાં હોન્ડાસીટી ગાડીની પાછળની શીટમાં તથા ડેકીમાં ભારતીય બનાવટની અલગ અલગ માર્કાની વિદેશી દારૂ બોટલ નંગ. ૬૪૮ તથા બિયર ટીન નંગ -૩૩૬ કુલ કિ.રૂ. ૧,૬૮,૦૦૦/- નો પ્રોહિબીશનનો મુદ્દામાલ તથા હોન્ડા સીટી ગાડી નં. જી.જે.૦૨. બી.એચ.૭૭૭૨ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ. ૫,૬૮,૦૦૦/- ના મુદ્દામાલની હેરાફેરી દરમ્યાન પકડાઇ ગયેલ હોઇ હોન્ડાસીટીના ચાલક તથા ઠાકોર સુરેશજી ચેલાજી રહે. લીંચ તા.જી. મહેસાણા વાળા બન્ને વિરૂધ્ધ લાંઘણજ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૮૨/૨૦૧૯ પ્રોહી ક.૬૫એઇ, ૧૧૬બી,૮૧, મુજબ ગુન્હો નોંધાવી એલ.સી.બી.મહેસાણા નાઓને વધુ એક પ્રોહીબિશન કવોલીટી કેસ શોધવામાં સફળતા મળેલ છે.