મહેસાણાઃ સંસદિય મતવિસ્તાર મહેસાણામાં 65.37 ટકા મતદાન

અટલ સમાચાર, મહેસાણા લોકસભા સામાન્ય ચૂંટણી 04 મહેસાણા સંસદિય મતવિસ્તારનું સરેરાશ 65.37 ટકા મતદાન થયું છે.જેની મતગણતરી 23 મે 2019ના રોજ થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 તથા 21 ઉંઝા વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણીની મતગણતરીની કાર્યવાહીનું સરળ અને શાંતિપૂર્ણ રીતે સંચાલન થાય તે માટે મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય તે બે માંથી જે વહેલું
 
મહેસાણાઃ સંસદિય મતવિસ્તાર મહેસાણામાં 65.37 ટકા મતદાન

અટલ સમાચાર, મહેસાણા

લોકસભા સામાન્ય ચૂંટણી 04 મહેસાણા સંસદિય મતવિસ્તારનું સરેરાશ 65.37 ટકા મતદાન થયું છે.જેની મતગણતરી 23 મે 2019ના રોજ થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 તથા 21 ઉંઝા વિધાનસભા મતદાર વિભાગની પેટા ચૂંટણીની મતગણતરીની કાર્યવાહીનું સરળ અને શાંતિપૂર્ણ રીતે સંચાલન થાય તે માટે મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય તે બે માંથી જે વહેલું હોય તે સમય સુધી મતગણતરીના સ્થળ મર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજ બાસણા તાલુકો વિસનગરની 100 મીટરની ત્રિજ્યામાં કોઇપણ વ્યક્તિ મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોડલેસ ફોન તથા વાયરલેસ સેટ, વોકીટોકી સાથે લઇ જઇ શકશે નહિ અથવા તેનો ઉપયોગ કરી શકશે નહિ.

મતગણતરી સ્થળ મર્ચન્ટ એન્જીનીયરીંગ કોલેજ બાસણા ખાતે 200 મીટરના વિસ્તારમાં ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ તેમજ સ્થળ પર મતગણતરી ના કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાન તથા તેના કમ્પાઉન્ડની અંદર બિનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહિનો આદેશ કરેલ છે.