મહેસાણાઃ 71માં વનમહોત્સવની ઉજવણી મેવડ વિદ્યાસંકુલમાં કરાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા વનમહોત્સવની ઉજવણી મેવડ શ્રી કિસાનભારતી વિધાસંકુલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી.ડી.પટેલના હસ્તે કરવામાં આવી હતી. જે પ્રસંગે ચેરમેન ડી.ડી.પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શરૂ કરેલ વનમહોત્સવના સારા પરીણામો મળ્યા છે. રાજ્યના પનોતાપુત્ર કનૈયાલાલ મુનશીની દિર્ધદષ્ટીને પગલે આજે વનમહોત્સવ યોજાઇ રહ્યા છે જે આપણા
 
મહેસાણાઃ 71માં વનમહોત્સવની ઉજવણી મેવડ વિદ્યાસંકુલમાં કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા વનમહોત્સવની ઉજવણી મેવડ શ્રી કિસાનભારતી વિધાસંકુલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી.ડી.પટેલના હસ્તે કરવામાં આવી હતી. જે પ્રસંગે ચેરમેન ડી.ડી.પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શરૂ કરેલ વનમહોત્સવના સારા પરીણામો મળ્યા છે. રાજ્યના પનોતાપુત્ર કનૈયાલાલ મુનશીની દિર્ધદષ્ટીને પગલે આજે વનમહોત્સવ યોજાઇ રહ્યા છે જે આપણા સૌના માટે ગૌરવ અને આનંદની વાત છે. ચેરમેન ડી.ડી.પટેલે જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં વનમહોત્સવ થકી આપણે વૃક્ષોનું વાવેતર અને જતન કરી રહ્યા છે તેમ જણાવી કહ્યું હતું કે જેના ફળ સ્વરૂપે આજે રાજ્યમાં ૩૪ કરોડ ૧૦ લાખ વૃક્ષો ઉપસ્થિત છે જે આપણી સહિયારી ઉપલ્બધિ છે.

આ ઉપરાંત ધનિષ્ટ વનીકરણ અભિયાન થકી વન વિસ્તાર વધવાથી સિંહોની સંખ્યા ૩૫૯ થી વધીને આજે ૬૭૪ જેટલી થવા પામી છે. ચેરમેન ડી.ડી.પટેલે ઉમેર્યું હતું કે પડતર જમીનનો ઉપયોગ કરી વૃક્ષોની વાવેતર અને જતન કરવાથી રોજગારી સાથે પર્યાવરણનું પણ સર્જન થાય છે. આપણે સંકલ્પ લઇએ કે આ પ્રકારની પડતર જમીનમાં ઇમારતી લાકડાં,ફળ ફળાજી જેવા વૃક્ષો વાવી વનમહોત્સવની પરીકલ્પનાને સાકાર કરીએ સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને ડોશીમાના વૈદુ તરફ વાળ્યા છે. જે માટે આપણે પણ આર્યુવેદ રોપાઓનું વાવેતર કરી ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયાના સુત્રને સાર્થક કરીએ.તેમણે ઉમેર્યું હતું કે આપણે માત્ર વૃક્ષોની વાવણી જ નહિ પરંતુ તેના જતનની પણ જવાબદારી લઇશુંતો ચોકક્સ પણે આપણે હરીયાળા ગુજરાતનું સૌના સાથ અને સૌના સહયોગથી નિર્માણ કરી શકીશું.

યુ.જી.વી.સી.એલના ચેરમેન મહેશ સિંઘે જણાવ્યું હતું કે આજે વન મહોત્સવની સાથે નેશનલ હેન્ડલુમ દિવસ છે. ૦૭ ઓષ્ટ ૧૯૦૫ના રોજ સ્વદેશી ચળવળ સ્વાતંત્ર્ય સુધીની જે વિજયગાથા છે તે આપણે હેન્ડલુમ દિવસની ઉજવણી ખરીદી કરીને કરવા અપીલ કરી હતી મહેસાણા જિલ્લામાં મેવડ ખાતે કિસાન ભારતી વિધાસંકુલમાં કિસાનભારતી ઉપવનનમાં મહાનુંભાવો દ્વારા ૨૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આર્યુવેદ તુલસી રથને લીલી ઝંડી આપવામાં આવી હતી જે જિલ્લાના ગામો અને નગરોમાં તુલસીના છોડનું વિતરણ કરશે મહેસણા જિલ્લામાં ૧૪ ખાતાકીય નર્સરીઓ તેમજ ૭૪ કિસાન નર્સરીઓ અને મહિલા નર્સરીઓ તેમજ એસ.એચ.જી ગ્રુપ મળી ૮૮ નર્સરીઓમાં રોપા ઉછેરી વિતરણ કરવામાં આવે છે જિલ્લામાં ૩૦.૧૫ લાખ રોપા ઉછેરી ૦૬ ઓગષ્ટ સુધીમાં ૧૭.૬૩ લાખ રોપાઓનું વિતરણ કરાયું છે.

 

મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતની જમીનમાં વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ કરી જે ઉપજ થાય તે ગ્રામ પંચાયતોને વિકાસના કામો માટે આપવામાં આવેલ છે. જે અંતર્ગત કાર્યક્રમમાં વિસનગર તાલુકાના ધામણવા ગ્રામ પંચાયતને ૬,૨૨,૫૩૫ અને પુદગામ ગ્રામપંચાયતને ૧,૭૮,૭૬૬ રૂપિયાના ચેક મહાનુંભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં રાજ્યસભા સંસદ સભ્યશ્રી જુગલસિંહ લોખંડવાલા, ધારાસભ્ય સર્વેશ્રીઓ ડો.આશાબેન પટેલ,કરશનભાઇ સોલંકી,અજમલજી ઠાકોર,વનસંરક્ષક એ.સી.પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજ સિંહ ગોહિલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે, નાયબ વનસંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ,વનવિભાગના અધિકારીઓ,પદાધિકારીઓ, કિસાનભારતી સંકુલના પદાધિકારીઓ,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા