મહેસાણા: સહકારી કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણામાં સહકારી કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં કોવિડ ગાઇડલાઇન અંતર્ગત 40 લોકો રૂબરૂ અને 60 લોકો ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સાધારણ સભા મંડળીના ચેરમેન બિપીનભાઈ.પી.શ્રીમાળી અને સાધારણ સભાના અધ્યક્ષ વી.એ.પટેલના સાનિધ્યમાં યોજવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
મહેસાણા: સહકારી કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણામાં સહકારી કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં કોવિડ ગાઇડલાઇન અંતર્ગત 40 લોકો રૂબરૂ અને 60 લોકો ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સાધારણ સભા મંડળીના ચેરમેન બિપીનભાઈ.પી.શ્રીમાળી અને સાધારણ સભાના અધ્યક્ષ વી.એ.પટેલના સાનિધ્યમાં યોજવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા: સહકારી કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજાઇ

મહેસાણા શહેરના સુખાપુરા ખાતે આવેલા સહકારી સંઘના હોલમાં સહકારી ખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની 46મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં ઓનલાઇન 60 સભાસદો અને 40 સભાસદો રૂબરૂમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે હાજર રહ્યા હતા. સભામાં વર્ષ દરમ્યાન નિવૃત થયેલ 26 અધિકારી-કર્મચારી ઓને શુભેચ્છાઓ સહ સન્માન કરવામાં આવ્યું હતુ.

મહેસાણા: સહકારી કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીની સાધારણ સભા યોજાઇ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હાલ કોરોના મહામારી હોઇ સરકારની કોવિડ ગાઇડલાઇન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી 40 સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સાધારણ સભામાં ઓનલાઇન 60 સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મંડળીના સભાસદોને 6-લાખની મર્યાદામાં લોન આપવાનું બહુમતીથી ઠરાવવામાં આવ્યું હતુ. સમગ્ર સભાનું સંચાલન અને આભાર વિધિ આર.યુ.પરમાર દ્વારા કરવામાં આવી હતી.