મહેસાણાઃ લાંઘણજમાં ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત કચેરી મહેસાણા સંચાલિત ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા કલામહાકુંભ 16 ફેબ્રુઆરી રવિવારે સવારે 10.30 કલાકે લાંઘણજ ખાતે યોજાનાર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધી
 
મહેસાણાઃ લાંઘણજમાં ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત કચેરી મહેસાણા સંચાલિત ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા કલામહાકુંભ 16 ફેબ્રુઆરી રવિવારે સવારે 10.30 કલાકે લાંઘણજ ખાતે યોજાનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધી યુનિયન હાઇસ્કુલ અને એમ.સી.એસ.પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા લાંઘણજ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. જેમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર, ધારાસભ્ય સર્વે રમણભાઇ પટેલ, ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, ભરતસિંહ ઠાકોર ઉપસ્થિત રેહનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા રમત ગમત અધિકારી એન.ડી.ચૌધરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.વી.દેસાઇએ આમંત્રણ પાઠવેલ છે.