મહેસાણાઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતીની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિવિધ તહેવારોને પગલે કોવિડ અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું. કોવિડ વાયરસ સંક્રમણ અટકે તે હેતુથી નાગરિકોને જાગૃત કરવા અનુંરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ફરજીયાત માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશને નાગરિકો જીવનમાંવણી લે તે
 
મહેસાણાઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતીની બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિવિધ તહેવારોને પગલે કોવિડ અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું. કોવિડ વાયરસ સંક્રમણ અટકે તે હેતુથી નાગરિકોને જાગૃત કરવા અનુંરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ફરજીયાત માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશને નાગરિકો જીવનમાંવણી લે તે જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બેઠકમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે કોવિડ સામે સુરક્ષા, સલામતી અને જાગૃત્તિ માટે તમામ નાગરિકો પ્રતિજ્ઞા લે કે હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર જાળવીશ,વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ તેમજ મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ જે પ્રતિજ્ઞાનું સંપુર્ણપણે પાલન કરવા અનુંરોધ કરાયો હતો.

બેઠકમાં સંસદ સભ્ય તેમજ ધારાસભ્ય સર્વેઓ દ્વારા રજુ કરાયેલ પ્રશ્નોનું હકારત્મક નિવારણ કરવામાં આવ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,સંસદ સભ્ય શારદાબેન પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી કરશનભાઇ સોલંકી,ઋષિકેશભાઇ પટેલ,ભરતસિંહ ઠાકોર,અજમલજી ઠાકોર,નિવાસી અધિક કલેટર પ્રદિપસિંહ રાઠોડ,જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.