હડકંપ@મહેસાણા: હાઇવે પરથી 13.09 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, મહેસાણા લાંધણજ પોલીસે ગઇકાલે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. ચોક્કસ બાતમી આધારે લાંઘણજ પોલીસે ભાસરીયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી 13.09 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે
 
હડકંપ@મહેસાણા: હાઇવે પરથી 13.09 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર, મહેસાણા

લાંધણજ પોલીસે ગઇકાલે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. ચોક્કસ બાતમી આધારે લાંઘણજ પોલીસે ભાસરીયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકમાંથી 13.09 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. કાર્યવાહી દરમ્યાન પોલીસે એક આરોપી સહિત કુલ કિ.રૂ.18,18,220નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@મહેસાણા: હાઇવે પરથી 13.09 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

મહેસાણા જીલ્લા પોલીસવડા પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષક રૂહી પાયલાએ જીલ્લામાં પ્રોહીબિશન લગત અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને લાંઘણજ પોલીસ મથકના PSI એસ.ડી.રાતડા, AHC લાલાભાઇ AHC રફીક અહમદ, APC રણજીતસિહ , APC મહેન્દ્રસીંહ  APC રવિકુમાર અને અ.લોકરક્ષક આકાશકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

હડકંપ@મહેસાણા: હાઇવે પરથી 13.09 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

આ દરમ્યાન લાંઘણજ પોલીસ મથકના PSIને ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી એક વિદેશી દારૂ ભરેલી ટ્રક અમદાવાદ તરફ જવા નીકળેલ છે. જે અનુસંધાને ભાસરીયા ચોકડી પાસે વોચ ગોઠવી લાંઘણજ પોલીસે બાતમીવાળી ટ્રક રોકી તલાશી લીધી હતી. પોલીસે ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-3360, કિ.રૂ.13,09,680, ટ્રકની કિ.રૂ.5,00,000, મોબાઇલ નંગ-2 કિ.રૂ.1,000, રોકડ રકમ રૂ.7540 મળી કુલ કિ.રૂ.18,18,220 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે સ્થળ પરથી ટ્રક ચાલકની અટકાયત કરી અન્ય બે ઇસમોને શોધવા કવાયત હાથ ધરી છે. લાંઘણજ પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહી એક્ટની કલમ 65(e), 116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપી

  • લુહાર ફતલાલ માંગીલાલ, રહે, ઉમરવાસ પીપળીયાની ભાગળવાસ, તા-કુંભલગઢ, જી.રાજસમદ(રાજસ્થાન)

વોન્ટેડ આરોપી

  1. શંભુ ડાંગી, રહે-ઉદેપુર
  2. ભવરસિહ, રહે-ઉદેપુર