મહેસાણાઃ જિલ્લામાં કેમીસ્ટો માટે ACSyS એપ્લીકેશન અને પોર્ટલની શરૂઆત કરાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે ACSyS (એડવાન્સ કોવિડ-૧૯,સિન્ડ્રોમિક સર્વેલન્સ સિસ્ટમ )એપ્લીકેશન અને પોર્ટલની મહેસાણા જિલ્લામાં શરૂઆત કરાઇ છે. જી.આઇ.ડી.એમ અને એન.આઇ.સી દ્વારા તૈયાર કરેલ આ એપ્લીકેશન પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર જિલ્લા ખાતેથી લોન્ચ કરાઇ હતી. હાલમાં રાજ્યમાં પાંચ જિલ્લામાં
 
મહેસાણાઃ જિલ્લામાં કેમીસ્ટો માટે ACSyS એપ્લીકેશન અને પોર્ટલની શરૂઆત કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે ACSyS (એડવાન્સ કોવિડ-૧૯,સિન્ડ્રોમિક સર્વેલન્સ સિસ્ટમ )એપ્લીકેશન અને પોર્ટલની મહેસાણા જિલ્લામાં શરૂઆત કરાઇ છે. જી.આઇ.ડી.એમ અને એન.આઇ.સી દ્વારા તૈયાર કરેલ આ એપ્લીકેશન પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર જિલ્લા ખાતેથી લોન્ચ કરાઇ હતી. હાલમાં રાજ્યમાં પાંચ જિલ્લામાં આ એપ્લીકેશન કાર્યરત છે. આજે મહેસાણા જિલ્લામાં એપ્લીકેશન અને પોર્ટલ શરૂ થવાથી જિલ્લાના અંદાજીત ૧૩૦૦ જેટલા કેમીસ્ટો દ્વારા કોરોના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દોની દવા લેનાર તમામ ઘારકોની એન્ટ્રી કરાશે. આ એન્ટ્રી નજીકના મેડીકલ ઓફિસરના મોબાઇલમાં જોવા મળશે જેનાથી ત્વરીત ધોરણે પગલાં ભરી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ACSyS (Advanced Covid-19,Syndromic Surveillance System) માં કોરોના વિવિધ ૦૬ લક્ષણો તાવ.ખાંસી,ઠંડી,ગળાનો દુખાવો,શ્વાસ લેવામાં તકલીફ અને ઝાડનો સમાવેશ કરાયો છે.મહેસાણા જિલ્લામાં આ એપ્લીકેશન જિલ્લાના તમામ કેમીસ્ટો દ્વારા ડાઉનલોડ કરવામાં આવશે.. જિલ્લાના કેમીસ્ટો દ્વારા કોવિડ-૧૯ના લક્ષણો ધરવાતા દર્દોની દવા લેનાર તમામ દર્દીઓને ઓનલાઇન એન્ટ્રી કરાશે. આ એપ્લીકેશનમાં એન્ટ્રી કરવાથી રીયલ ટાઇમ ડેટા જેતે દર્દીના રહેઠાણના નજીકના આરોગ્ય કેન્દ્રના મેડીકલ અધિકારી પાસે તમામ ડેટા જશે. આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર આ ડેટા દ્વારા કોવિડ-૧૯ ના દર્દીઓને વહેલા ઓળખી તેની સારવાર કરશે જેનાથી આગામી સમયમાં કોવિડ વાયરસ સંક્રમણ ઝડપથી અટકશે.

ACSyS (Advanced Covid-19,Syndromic Surveillance System) ના અમલીકરણ માટે આરોગ્ય વિભાગના કર્મયોગીઓને તાલીમબધ્ધ કરવામાં આવેલ છે.આ મોબાઇલ એપ્લીકેશનથી તમામ કેમીસ્ટ તેમના મેડિકલ સ્ટોર પર આવતા કોવિડ-૧૯ ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસોની માહિતી તેમના મોબાઇલ એપ થકી ભરશે અને આ માહિતી સંબધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,શહેરી અર્બન કેન્દ્રના મેડીકલ ઓફિસર દ્વારા ડાઉનલોડ કરલે એપ્લીકેશનમાં દેખાશે જેનાથી ત્વરીત સર્વેલન્સ,સ્ક્રીનીંગ,રેપીડ ટેસ્ટ સહિત સારવારની કાર્યવાહી થઇ શકશે.

મહેસાણા જિલ્લા પંચાયત હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એન.આઇ.સીના અધિકારી પ્રશાંત શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની,ડ્રગ્સ અધિકારી, આરોગ્ય વિભાગના કર્મયોગીઓ,આઇ.એમ.એ એસોશિયેશના પ્રતિનિધિઓ,કેમીસ્ટ એસોના પ્રતિનિધિ સહિત ગાંધીનગરથી આવેલ અધિકારી ડો.અભિયંત પ્રોજ્કેટ ડાયરેકટર જી.આઇ.ડી.એમ,ડો.યોગીતા તુલસીયાન ડિસ્ટ્રીક સર્વેલન્સ અધિકારી ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા