મહેસાણાઃ માર્ગ-મકાને તૈયાર કરેલો બ્રિજ પડી જવાની સંભાવના, વિનાશક જોખમ

અટલ સમાચાર, મહેસાણા રામોસણાથી માનવઆશ્રમ તરફના આંબેડકર બ્રિજ મરણીયો બન્યો, પ્રજાના કરોડો રૂપિયા ધોવાયા મહેસાણાના રામોસણા સર્કલથી માનવઆશ્રમને જોડતા વિસનગર લીંકરોડ ઉપરનો આંબેડકર બ્રિજ મરણ પથારીયે પડ્યો છે. આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો રોડની હાલત જોઈ માર્ગ-મકાન વિભાગની કામગીરી સામે આંગળી ચિંધી રહ્યા છે. એકાદ-બે વરસાદના ઝાપટામાં આંબેડ્કર બ્રિજ હાડપિંજર સમું બની બેઠું
 
મહેસાણાઃ માર્ગ-મકાને તૈયાર કરેલો બ્રિજ પડી જવાની સંભાવના, વિનાશક જોખમ

અટલ સમાચાર, મહેસાણા

રામોસણાથી માનવઆશ્રમ તરફના આંબેડકર બ્રિજ મરણીયો બન્યો, પ્રજાના કરોડો રૂપિયા ધોવાયા

મહેસાણાઃ માર્ગ-મકાને તૈયાર કરેલો બ્રિજ પડી જવાની સંભાવના, વિનાશક જોખમ

મહેસાણાના રામોસણા સર્કલથી માનવઆશ્રમને જોડતા વિસનગર લીંકરોડ ઉપરનો આંબેડકર બ્રિજ મરણ પથારીયે પડ્યો છે. આ બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો રોડની હાલત જોઈ માર્ગ-મકાન વિભાગની કામગીરી સામે આંગળી ચિંધી રહ્યા છે. એકાદ-બે વરસાદના ઝાપટામાં આંબેડ્કર બ્રિજ હાડપિંજર સમું બની બેઠું છે. આથી વાહનચાલકો ઉપર ભારે વિનાશ સર્જાવાની શક્યતાઓ રહેલી છે.

મહેસાણાઃ માર્ગ-મકાને તૈયાર કરેલો બ્રિજ પડી જવાની સંભાવના, વિનાશક જોખમ

વિસનગર લીંક રોડ ઉપરનો આંબેડકર બ્રીજ માર્ગ-મકાન વિભાગની જવાબદારી હેઠળ નિર્માણ પામ્યો છે. કેટલાક વર્ષ અગાઉ પુલનું નિર્માણ થયું છે તેમછતાં મોટા ખાડા પડી ગયા છે. અને કેટલીક જગ્યાએ તો પુલની મજબૂતાઈ માટે જરૂરી ખીલાસળી બહાર આવી ગયેલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અહીંથી દૈનિક હજારો વાહન ચાલકો અને લોડીંગ વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે પુલની ગુણવત્તા જોતાં ક્યાં સુધી ભાર ખમી શકશે તેવા યક્ષ પ્રશ્નો થઈ રહ્યા છે.

આંબેડકર પુલની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે. શહેરીજનો પુલ નીચેથી પોતાની દૈનિક કામગીરી માટે પસાર થતા હોય છે. જ્યારે બાળકો અને વિદ્યાર્થીઓ પુલની નીચે રમતા રહે છે. આશરે 400 મીટર સુધી બનેલા આંબેડકર બ્રીજ નીચે રેલવે લાઈન પસાર થઈ રહી છે. આથી પ્રતિદિન પસાર થતી અનેક રેલવેના મુસાફરો માટે પણ જોખમ રહેલું છે. આથી મરણપથારીયે આવી ગયેલ બ્રીજ મહેસાણામાં ભારે વિનાશ સર્જે તે પહેલા જવાબદાર તંત્રએ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

અનેક વાહનચાલકો ખાડામાં પટકાઇ રહયા છે

આંબેડકર બ્રિજ ઉપર રોડની બિસ્માર હાલત થઇ જતા ચોમાસા દરમ્યાન ખાડાઓમાં પાણી ભરાઇ જવાથી ખાડો ના દેખાતો હોવાથી કેટલાય વાહનચાલકો ખાડામાં પટકાઇ જાય છે જેથી તેઓને ઇજાઓ પણ થાય છે.

તંત્રએ ભ્રષ્ટાચાર આચાર્યોઃ શહેરીજનો

વિસનગર લીંક રોડ ઉપરનો આંબેડકર બ્રીજમાં કરોડો રૂપિયા દબાઈ ગયા હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાક વર્ષમાં પુલનો રોડ ધોવાય તે તો સમજ્યા પરંતુ ખાડા પડી ગયા છે. અને ખીલાસળી બહાર આવી જવા પામી છે. જેથી પુલની ગુણવત્તા જોતાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો કહી રહ્યા છે.