ખળભળાટ@મહેસાણા: વિમલ કંપની વિરૂધ્ધ બેંકની ફરીયાદ, 678 કરોડના ગોટાળામાં CBI તપાસથી કોલાહલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે મહેસાણાની વિમલ ઓઇલના ડાયરેક્ટરો સામે અધધધ…678 કરોડના ગોટાળામાં ફરીયાદ નોંધાઇ છે. ચોક્કસ સુત્રોથી મળતી માહીતિ મુજબ ગઇકાલે મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે વિમલ ઓઇલની મહેસાણા અને અમદાવાદ સ્થિત ફેક્ટરી અને ઓફીસમાં દરોડા પાડ્યા હતા. વિગતો પ્રમાણે વર્ષ 2014થી લઈને 2017 સુધીના સમયગાળામાં વિમલ ઓઇલ દ્રારા લોન
 
ખળભળાટ@મહેસાણા: વિમલ કંપની વિરૂધ્ધ બેંકની ફરીયાદ, 678 કરોડના ગોટાળામાં CBI તપાસથી કોલાહલ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણાની વિમલ ઓઇલના ડાયરેક્ટરો સામે અધધધ…678 કરોડના ગોટાળામાં ફરીયાદ નોંધાઇ છે. ચોક્કસ સુત્રોથી મળતી માહીતિ મુજબ ગઇકાલે મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે વિમલ ઓઇલની મહેસાણા અને અમદાવાદ સ્થિત ફેક્ટરી અને ઓફીસમાં દરોડા પાડ્યા હતા. વિગતો પ્રમાણે વર્ષ 2014થી લઈને 2017 સુધીના સમયગાળામાં વિમલ ઓઇલ દ્રારા લોન લઇ છેતરપિંડી કરાઇ હોવાની બેન્ક ઓફ ઈન્ડીયા અને બીજી 8 બેન્કોના સમૂહે CBIમાં ફરીયાદ નોંધાવી છે. વિમલ ઓઇલમાં CBI તપાસથી પંથકમાં કોલાહલ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની વિમલ ઓઇલ મીલ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓએ 678 કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરતાં ઓઇલ મીલના સંચાલકો અને ડિરેક્ટરોની મુશ્કેલી વધી છે. સીબીઆઇના સુત્રો અનુસાર વિમલ ઓઈલના ડીરેક્ટરોએ અગ્રણી બેંક પૈકીની બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય આઠ બેંકો પાસેથી 2014થી લઈને 2017 સુધીના સમયગાળામાં લગભગ 810 કરોડની ક્રેડિટ લીધી હતી. જોકે જે લોકો એડિબલ ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલા નહોતા તેમની સાથે ગેરરીતિયુક્ત વ્યવહાર કરાયો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે.

ખળભળાટ@મહેસાણા: વિમલ કંપની વિરૂધ્ધ બેંકની ફરીયાદ, 678 કરોડના ગોટાળામાં CBI તપાસથી કોલાહલ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બેંક પાસેથી મેળવેલી રકમનો ખોટા ઈરાદાથી ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હોવાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરતાં હડકંપ મચી ગયો છે. આ તમામ પ્રવૃત્તિઓ કરીને બેંકની સાથે રૂા.678.93 કરોડની છેતરપિંડી કરી હતી. આ મામલે સીબીઆઈએ મેસર્સ વિમલ ઓઈલ એન્ડ ફૂડ લિ.(મહેસાણા) કંપનીના ડીરેક્ટરો જયેશ ચંદુભાઈ પટેલ, મુકેશ નારણભાઈ પટેલ, દિતીન નારણભાઈ પટેલ અને મોના જીગ્નેશ આચાર્ય અને અજાણ્યા સરકારી કર્મચારી અધિકારીઓ સહિતના લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.