મહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે હેતુથી ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ધોરણ- ૧૦/આઇ.ટી.આઇ. પાસથી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો જિલ્લા કક્ષાના ઓનલાઇન રોજગાર ભરતીમેળામાં ભાગ
 
મહેસાણાઃ રોજગાર ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારો આ લીંક પર રજીસ્ટ્રેશન કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે હેતુથી ખાનગી ક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઓનલાઇન રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવેલ છે. જેમાં ધોરણ- ૧૦/આઇ.ટી.આઇ. પાસથી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો જિલ્લા કક્ષાના ઓનલાઇન રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે. જેની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓનલાઇન રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ટેલીફોનીક/ વિડિયોકોલના માધ્યમથી ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જિલ્લા કક્ષાના ઓનલાઇન રોજગાર ભરતીમેળામાં રોજગારવાંચ્છુ ઉમેદવારે ભાગ લેવા માટે ઓનલાઈન લીન્ક: https://rb.gy/bjyjmn પર ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૦ સુધી કરવાનું રહેશે. તેમજ નોકરીદાતાઓએ તેમનું રજીસ્ટ્રેશન લીન્ક https://tinyurl. com/yyfwzszo પર તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૦ પહેલા કરાવી લેવા મહેસાણા જિલ્લાના સર્વ રોજગારવાંચ્છુ ઉમેદવારો તેમજ નોકરીદાતાઓને જણાવવામાં આવે છે.