મહેસાણાઃ તાલુકાઓમાં સફાઇ ઝુંબેશ હાથ ધરી ચોખ્ખી ચણક શાળાઓને પ્રમાણપત્ર અપાશે

અટલ સમાચાર, મહેસાણા સ્વચ્છતા ત્યાં પ્રભુતા,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશનના નવતર પ્રયોગને સાથે રાખી સૌ કોઇ એ સફાઇ ઝુંબેશ હાથ ધરી છે.સ્વચ્છ ભારત મિશનને સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન પરિપૂર્ણ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતાના આગ્રહી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ ઝુંબેશને આજે પણ સૌ કોઈ સાથે રાખી દેશને
 
મહેસાણાઃ તાલુકાઓમાં સફાઇ ઝુંબેશ હાથ ધરી ચોખ્ખી ચણક શાળાઓને પ્રમાણપત્ર અપાશે

અટલ સમાચાર, મહેસાણા

સ્વચ્છતા ત્યાં પ્રભુતા,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશનના નવતર પ્રયોગને સાથે રાખી સૌ કોઇ એ સફાઇ ઝુંબેશ હાથ ધરી છે.સ્વચ્છ ભારત મિશનને સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન પરિપૂર્ણ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતાના આગ્રહી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ ઝુંબેશને આજે પણ સૌ કોઈ સાથે રાખી દેશને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા પોતાનો અમુલ્ય ફાળો આપી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાની શાળાઓમાં સફાઇ ઝુંબેશ નો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણ તેમજ પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગ વ્યાસના માર્ગદર્શન હેઠળ નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પુલકીતભાઈ જોષી દ્વારા સ્વચ્છતાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મહેસાણા તાલુકાની તમામ શાળાઓ સ્વચ્છતાના આગ્રહી બને તેમજ સ્વચ્છતાને પ્રોત્સાહન મળે તે હેતુથી ચોખ્ખી ચણક શાળા અભિયાન હાથ ધરાયું છે. જેમાં તાલુકાની ચોખ્ખી ચણક શાળાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

મહેસાણા તાલુકાની શાળાઓને ચોખ્ખી ચણક શાળા અભિયાન તળે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપશે. જેતે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષણ ને તેમની પ્રાથમિક શાળા સી.આર.સી તાલુકને પ્રમાણપત્ર આપવામાં આવશે. જે ચોખ્ખી શાળા અંતર્ગત શાળામાં વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, શાળાનું મેદાન, સેનિટેશન, પાણીની ટાંકી સહિત તમામ સંપૂર્ણ સફાઈ થયેલ હશે તે શાળાને ચોખ્ખી ચણક શાળા નું પ્રમાણપત્ર આપવામાં આવશે.