મહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

અટલ સમાચાર, મહેસાણા પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ હેઠળ માજી-સૈનિકો/સ્વ.માજી સૈનિકોના ધર્મ-પત્ની તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનો કે, જેઓને ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૨માં ૬૦%થી વધુ માર્કસ મેળવેલ હોય અને બી.ઈ, બી.ટેક, બી.ડી.એસ.,એમ.બી.બી.એસ., બી.એડ., બી.બી.એ.એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.સી.આઇ., એ.આઇ.સી.ટી. અને યુજીસી જેવા વ્યવસાય ડિગ્રી કોર્ષમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને પ્રધાનમંત્રી સ્કોલરશીપ આપવામાં આવે
 
મહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

અટલ સમાચાર, મહેસાણા

પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ હેઠળ માજી-સૈનિકો/સ્વ.માજી સૈનિકોના ધર્મ-પત્ની તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનો કે, જેઓને ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૨માં ૬૦%થી વધુ માર્કસ મેળવેલ હોય અને બી.ઈ, બી.ટેક, બી.ડી.એસ.,એમ.બી.બી.એસ., બી.એડ., બી.બી.એ.એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.સી.આઇ., એ.આઇ.સી.ટી. અને યુજીસી જેવા વ્યવસાય ડિગ્રી કોર્ષમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને પ્રધાનમંત્રી સ્કોલરશીપ આપવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબસાઈટ www.ksb.gov.in પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી ની વેબસાઈટ તા. ૦૧ સપટેમ્બર ૨૦૨૦ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦સુધી ખુલ્લી રહેશે તેવું કેન્દ્રીય સૈનિક બોર્ડના ઈ-મેલથી જણાવેલ છે. વધુ જાણકારી માટે સેક્રેટરી, કેન્દ્રીય સૈનિક બોર્ડ, વેસ્ટ બ્લોક-૪, વીંગ-૫, આર.કે.પુરમ, નવી દિલ્હીના ટેલીફોન નંબર ૦૧૧-૨૬૧૯૨૩૬૧, ૨૬૭૧૫૨૫૦ પર તથા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાના ટેલીફોન નં. ૦૨૭૬૨-૨૨૦૨૩૫ ઉપરથી મળી શકશે. એમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ જણાવેલ છે.

મહેસાણાઃ માજી-સૈનિકોના સંતાનોએ પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
જાહેરાત