મહેસાણાઃ નાયબ મુખ્યમંત્રીના હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાશે

અટલ સમાચાર, મહેસાણા રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહેસાણા તાલુકાના લાંઘણજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતિકરણ કામનું લોકાપર્ણ થનાર છે. મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે 17નવેમ્બર 2019ના રોજ રવિવાર સવારે 10 કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંઘણજ ગામે ઉપસ્થિત રહી લોકાર્પણ કરનાર છે. જેમાં ઉધોગપતિ પુરસોત્તમદાસ જે પટેલ, સામાજીક કાર્યકર
 
મહેસાણાઃ નાયબ મુખ્યમંત્રીના હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાશે

અટલ સમાચાર, મહેસાણા

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહેસાણા તાલુકાના લાંઘણજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતિકરણ કામનું લોકાપર્ણ થનાર છે. મહેસાણા તાલુકાના લાંઘણજ ગામે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે 17નવેમ્બર 2019ના રોજ રવિવાર સવારે 10 કલાકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંઘણજ ગામે ઉપસ્થિત રહી લોકાર્પણ કરનાર છે.

જેમાં ઉધોગપતિ પુરસોત્તમદાસ જે પટેલ, સામાજીક કાર્યકર શંભુભાઇ પ્રજાપતિ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વે મુકેશભાઇ પટેલ, બળદેવભાઇ પટેલ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિભાગીય નાયબ નિયામક ડો.દિનકર રાવલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલે આમંત્રણ પાઠવેલ છે.