આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં દેશ બહારથી ૧,૦૨૧ મુસાફરો આવેલા છે. જે તમામ મુસાફરોનો ૧૪ દિવસનો ઓબ્ઝર્વેશન પીરીયડ પુરો થઇ ગયેલ છે. મહેસાણા જિલ્લામાં એક પણ વ્યક્તિ ગર્વેમેન્ટ ક્વોરેન્ટાઇન ફેસીલીટીમાં નથી જ્યારે માત્ર ૦૭ લોકો પ્રાઇવેટ ક્વોરેન્ટાઇન ફેસીલીટીમાં છે. મહેસાણા જિલ્લામાં અસરગ્રસ્ત રાજ્યમાંથી ૩૮૫૯ લોકો અને અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ૪૯૫૯૭ લોકો આવેલા છે. જે તમામની તબીબી તપાસણી પુર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ બદલ ૮૧૯૨ ફરીયોદો નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ધનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ૦૧ મે ૨૦૨૦ની સ્થિતિએ ૧૦૪૩ ટીમો દ્વારા ૬૫૩૪૦ ઘરોનો  રીપીટ ટુ રીપીટ સર્વે કરાયો છે. આ ઉપરાંત જિલ્લામાં ૩૦૨૪૫૯ લોકોનો રીપીટ ટુ રીપીટ દૈનિક સર્વે પણ કરાયો છે.જિલ્લામાં ૧૮૯ દર્દીઓને તાવ,ખાંસી અને ઉધરસથી ઓળખી  જેઓનું ફોલોઅપ થઇ રહ્યું છે.મહેસાણા જિલ્લામાં ૫૨૬૧૧૩ વ્યક્તિઓને આર્યુવેદિક ઉકાળા અને ૪૬૯૯૮૬ લોકોને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code