મહેસાણા: કોરોના વાયરસ સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ, 6 સ્થળોએ 835 ક્વોરનટાઇન

અટલ સમાચાર, મહેસાણા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ
 
મહેસાણા: કોરોના વાયરસ સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ, 6 સ્થળોએ 835 ક્વોરનટાઇન

અટલ સમાચાર, મહેસાણા

નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિદ-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા માટે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા અસરકાર વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસની માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.જિલ્લાના નાગરિકો ૦૨૭૬૨-૨૨૨૩૨૪ ઉપર સંપર્ક કરી શકશે. જિલ્લામાં આઇસોલેશન વોર્ડની બે સ્થળો સરકારી અને ૦૬ સ્થળોએ ખાનગી વ્યવસ્થા કરાઇ છે.જેમાં જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ૩૦ બેડ અને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર ખાતે ૬૦ બેડની વ્યવસ્થા કરાઇ છે.આ ઉપરાંત વિવિધ સ્થળોએ ખાનગી અને સરકારી સ્તરે ૨૮ વેન્ટીલેટરની સુવિધા ઉભી કરાઇ છે.

કોરોના મહામારી સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઇ છે.જેમાં ક્રિષ્ણા મલ્ટી હોસ્પિટલ વિસનગર ખાતે ૦૨ બેડ ,શંકુઝ મેડીસીટી મહેસાણા ખાતે ૦૪ બેડ,નુતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે ૫૦ બેડ,ભાગ્યોદય હોસ્પિટલ કડી ખાતે ૦૫ બેડ,સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ મહેસાણા ખાતે ૧૦૦ બેડ અને લાયન્સ હોસ્પિટલ મહેસાણા ખાતે ૩૦ બેડની વ્યવસ્થા કરાઇ છે.

મહેસાણા જિલ્લામાં વિવિધ છ સ્થળોએ ૮૩૫ ક્વોરનટાઇનની સુવિધા ઉભી કરાઇ છે. જેમાં બરોડા સેલ્ફ એમ્પલોયી ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ મહેસાણા ખાતે ૫૦,નુતન જનરલ હોસ્પિટલ હોસ્ટેલ કેમ્પસ વિસનગર ખાતે ૮૦,સર્વોદય હાઇસ્કુલ કેમ્પસ કડી ખાતે ૫૦૦,જી.એમ.ઇ.આર.એસ વડનગર હોસ્ટેલ કેમ્પસ ખાતે ૮૦,ઉમિયા માતાજી પથિકાશ્રમ દાસજ રોડ ઉંઝા ખાતે ૫૦ અને સીમંધર જૈન મંદિર મહેસાણા ખાતે ૭૫ ક્વોરનટાઇની સુવિધા ઉભી કરાઇ છે.

મહેસાણા જિલ્લામાં ૧૨૭૩ ટીમો દ્વારા ૩,૨૯,૭૧૩ ઘરોનો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવેલ છે.જેમાં ૧૭,૩૫,૯૭૬ની વસ્તીને સર્વેમાં આવરી લેવામાં આવી છે.જિલ્લામાં તાવ સાથે ખાંસી ઉધરસના ૩૦૯૭ દર્દીઓને મેડીકલ સુવિધા અપાઇ છે. મહેસણા જિલ્લામાં ૨૫૧૦૬૦ લોકોને આયુર્વેદિક અને ૧૬૦૧૪૨ લોકોને હોમીયોપેથીક દવાઓનું વિતરણ કરાયું છે.

મહેસાણા જિલ્લામાં શિક્ષકો દ્વારા હાઇરીસ્ક,વલ્નેરેબલ પોપ્યુલેશનની ચકાસણી કરાઇ છે.મહેસાણા જિલ્લામાં બહારથી આવેલ મુસાફરોનો સર્વેલન્સ કરાયો છે.જેમાં ૯૬૧ આંતરરાષ્ટ્રીય મુસાફરોને સર્વેમાં ૨૭૬ મુસાફરોએ ૧૪ દિવસનો ઓબ્ઝરવેશન પીરીયડ પુરો કરી દીધેલ છે. તેમજ અન્ય ૬૮૫ મુસાફરો ઓબ્ઝરવેશન પીરીયડમાં છે. જેમાંથી ૦૧ મુસાફરને ગર્વેમેન્ટ ક્વોરેન્ટાઇન ફેસીલીટીમાં મોકલવામાં આવેલ છે.મહેસાણા જિ્લલામાં ૦૬ કોરોના વાયરસના નમુન લેવામાં આવેલ છે.જેમાંથી ૦૪ નેગેટીવ આવેલ છે જ્યારે ૦૨ નમુનાના રીપોર્ટ બાકી છે.મહેસાણા જિલ્લામાંથી અન્ય અસરગ્રસ્ત રાજ્યમાંથી આવેલ ૧૧૨ પેસેન્જરોનો સમાવેશ થાય છે.

કોરોના વાયરસની મહામારી સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પગલાં લેવામાં આવેલ છે. જિલ્લા પ્રશાશન દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી દ્વારા આપેલ ૨૫ માર્ચ ૨૦૨૦ થી ૨૧ દિવસના લોકડાઉનનો અમલ કરવા પણ અપીલ કરવામાં આવેલ છે.