હડકંપ@મહેસાણા: આજે 36 કેસ સાથે કોરોના વિસ્ફોટ, 12 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ આજે એકસાથે નવા 36 કેસ નોંધાયા છે. આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 12 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ છેલ્લા કેટલાય દિવસોથી ડબલ આંકડામાં નવા કેસો સામે આવી
 
હડકંપ@મહેસાણા: આજે 36 કેસ સાથે કોરોના વિસ્ફોટ, 12 દર્દી સાજા થતાં રજા અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ આજે એકસાથે નવા 36 કેસ નોંધાયા છે. આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 12 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ છેલ્લા કેટલાય દિવસોથી ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 36 દર્દી ઉમેરાયા છે. આ તરફ જીલ્લામાં અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા 12 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં નવા 7, ઊંઝા શહેરમાં 6, વિસનગર શહેરમાં 6, વિજાપુર શહેરમાં 1 અને કડી શહેરમાં 1 મળી શહેરી વિસ્તારમાં 21 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા 15 દર્દી ઉમેરાયા છે. જેમાં મહેસાણા તાલુકાના લાંઘણજ, દેવરાસણ, બલોલ, મેધાલીયાસણમાં 1-1, પાંચોટ(OG Area) અને આંબલિયાસણમાં 2-2, ઊંઝા તાલુકાના કહોડા અને ઉનાવામાં 1-1, વિસનગર તાલુકાના કાંસા એનએ વિસ્તાર, ઉમતા, રાતીસણા અને કાંસામાં 1-1 અને બેચરાજી તાલુકાના મોઢેરામાં 1 મળી નવા 15 કેસ નોંધાયા છે.