ખળભળાટ@મહેસાણા: નકલી નોટો છાપી વ્યાપારમાં ઘુસાડી, વાયા-વાયા બેંક સુધી પહોંચી

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં નકલી નોટો છાપી અજાણ્યાં ઇસમો દ્રારા વાયા-વાયા બેંક સુધી પહોંચી જતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સોમવારે શહેરની બેંકમાં બે અલગ-અલગ ખાતાધારકો દ્રારા પૈસા જમા કરાવતાં તેમાં 200ના દરની રૂ.20,000ની ડુપ્લીકેટ ચલણી નોટો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં જમા કરાવવા આવનારા વ્યક્તિઓની પુછપરછ કરતાં તેમને આ નોટો
 
ખળભળાટ@મહેસાણા: નકલી નોટો છાપી વ્યાપારમાં ઘુસાડી, વાયા-વાયા બેંક સુધી પહોંચી

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે મહેસાણામાં નકલી નોટો છાપી અજાણ્યાં ઇસમો દ્રારા વાયા-વાયા બેંક સુધી પહોંચી જતાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સોમવારે શહેરની બેંકમાં બે અલગ-અલગ ખાતાધારકો દ્રારા પૈસા જમા કરાવતાં તેમાં 200ના દરની રૂ.20,000ની ડુપ્લીકેટ ચલણી નોટો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં જમા કરાવવા આવનારા વ્યક્તિઓની પુછપરછ કરતાં તેમને આ નોટો બેચરાજીના વ્યક્તિએ મોકલી હોવાનુ કહ્યુ હતુ. જે બાદમાં બેંકના મેનેજરે અજાણ્યાં ઇસમો સામે મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા શહેરમાં આવેલ HDFC બેંકમાં બનાવટી ચલણી નોટો જમા થાય તે પહેલાં જ ખબર પડી જતાં મેનેજરે પોલીસ ફરીયાદ નોંધાવી છે. શહેરના રાજકમલ પેટ્રોલપંપની પાસે આવેલ HDFC બેંકમાં હેમંત પંડ્યા મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા.30-11-2020ના રોજ કેશિયર કિંજલબેન પ્રજાપતિએ તેમને કહેલ કે, પેરેડાઇઝ ટ્રેડલાઇન એલ.એલ.પી. અમદાવાદના ખાતામાં નરેન્દ્રભાઇ ચૌધરી પાંચ લાખ જમા કરાવવા આવ્યા છે. જોકે તે રૂપિયામાં રૂપિયા 200ના દરની નોટ નંગ-49 રૂ.9,800 નકલી(ડુપ્લીકેટ) છે. જેથી મેનેજરે નકલી નોટો ડ્રોઅરમાં મુકી અને બાકીના જમા લેવા સુચના આપેલ છે.

ખળભળાટ@મહેસાણા: નકલી નોટો છાપી વ્યાપારમાં ઘુસાડી, વાયા-વાયા બેંક સુધી પહોંચી
File Photo

આ દરમ્યાન થોડીવાર પછી કિંજલબેન પ્રજાપતિ ફરીથી મેનેજરની ઓફીસમાં જઇ કહેલ કે, મહાકાલી ટ્રેડીંગ કંપની મહેસાણાના કરંટ એકાઉન્ટમાં કેશવલાલ બેચરદાસ પટેલ એક લાખ એંશી હજાર જમા કરાવવા આવ્યા છે. જેમાં રૂપિયા 200ના દરની નોટ નંગ-51, કિ.રૂ.10,200 નકલી(ડુપ્લિકેટ) છે. જેથી આ નોટોને અલગમાં રાખી નરેન્દ્રભાઇ ચૌધરી અને કેશવલાલ પટેલની પુછપરછ કરી હતી. જેમાં તેમને આ નોટો પારસ પ્રોવીઝન સ્ટોર્સ, બેચરાજીના પટેલ બાબુભાઇ કરશનદાસે મોકલી આપેલ હોવાનું જણાવ્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, દિવાળીના તહેવારો બાદ બેંકમાં નકલી નોટો જમા થવાની ઘટનામાં ફરીયાદ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. HDFC બેંકમાં બનાવટી 200ના દરની ચલણી નોટો નંગ-100 કિ.રૂ.20,000ની જમા થતાં પહેલાં કેશિયરને ખબર પડતાં વાત સામે આવી હતી. સમગ્ર મામલે બેંક મેનેજરે અજાણ્યાં ઇસમો સામે નકલી નોટો છાપી, ચલણી નોટો બનાવટી હોવાનું જાણવા છતાં ખરા તરીકે નકલી નોટોનો ઉપયોગ કરી બેંકના ખાતાધારકને આપી લેવડ-દેવડ કરી ગુનો આચર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે. મહેસાણા બી ડીવીઝન પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસીની કલમ 489A, 479B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.