મહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતેથી કોવિડ વિજય રથને લીલી ઝંડી આપી હતી. મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજય રથ ૨૭ સપ્ટેમ્બર સુધી ભ્રમણ કરી નાગરિકોને કોવિડ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે નાગરિકોને જાગૃત કરશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
મહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતેથી કોવિડ વિજય રથને લીલી ઝંડી આપી હતી. મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ વિજય રથ ૨૭ સપ્ટેમ્બર સુધી ભ્રમણ કરી નાગરિકોને કોવિડ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે નાગરિકોને જાગૃત કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં કોવિડ વાયરસ સંક્રમણ નિયંત્રણમાં લાવી શકાય તે માટે જિલ્લાના નાગરિકોએ સ્વયંશિસ્ત પણે ફરજીયાત માસ્ક, સોસશ્યલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝેશનનું પાલન કરે એ આપણા સોની પ્રાથમિક ફરજ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોવિડ વિજય રથ થકી લોક કલાના માધ્યમથી જનજાગૃતિ લાવવાનું આ અભિયાન નવતર અભિગમ છે.

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે કોરોનાથી સાવધાન રહેવાની જરૂર છે. કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

મહેસાણાઃ જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ વિજય રથને લીલી ઝંડી અપાઇ
જાહેરાત

રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય દ્વારા પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે. કોવિડ વિજય રથ પ્રસ્થાન સમયે જિલ્લા આરોગ્ય અધિકારી ટી.કે.સોની,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણું પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા