મહેસાણાઃ જિલ્લા કક્ષાનો 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝા મુકામે કરાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝા ખાતે કરવામાં આવશે. ઉંઝા જીમખાના મેદાન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થનાર છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે ઊંઝા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે યોજાનાર છે. આ ઉપરાંત૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના કાર્યક્રમની ઉજવણી ગ્રામ્ય
 
મહેસાણાઃ જિલ્લા કક્ષાનો 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝા મુકામે કરાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કક્ષાના ૭૧ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝા ખાતે કરવામાં આવશે. ઉંઝા જીમખાના મેદાન ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થનાર છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે ઊંઝા ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્તે યોજાનાર છે. આ ઉપરાંત૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના કાર્યક્રમની ઉજવણી ગ્રામ્ય કક્ષાએ પણ થનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાઃ જિલ્લા કક્ષાનો 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઊંઝા મુકામે કરાશે

જે અંતર્ગત મહેસાણા તાલુકામાં હેડુવા(રાજગર) ખાતે, કડી તાલુકામાં કલ્યાણપુરા ખાતે, બેચરાજી તાલુકાની કનોડા-કકાસણા ખાતે, જોટાણા તાલુકાના મહેમદપુરા ખાતે, સતલાસણા તાલુકાના સુદાસણા ખાતે, વિજાપુર તાલુકાના ગવાડા ખાતે, વડનગર તાલુકાના કરબટીયા ખાતે, વિસનગર તાલુકાના કંસારાકુઇ ખાતે અને ખેરાલું તાલુકાના ગોરીસણા ખાતે ઉજવણી થનાર છે.