મહેસાણાઃ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી થશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં ૨૧ જુન ૨૦૧૯ને શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. જેમાં જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે સવારે ૬-૦૦ કલાકથી ઉજવણી થશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેનાર છે. હાલ યોગ દિવસની ઉજવણીને લઈ જિલ્લા તંત્રએ તડામાર તૈયારીઓ
 
મહેસાણાઃ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી થશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ૨૧ જુન ૨૦૧૯ને શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. જેમાં જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મહેસાણા ખાતે સવારે ૬-૦૦ કલાકથી ઉજવણી થશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેનાર છે. હાલ યોગ દિવસની ઉજવણીને લઈ જિલ્લા તંત્રએ તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે.

જિલ્લાના કક્ષાએ- ૫, તાલુકા કક્ષાએ ૨૨, નગરપાલિકા કક્ષાએ ૧૪, પ્રાથમિક શાળાઓમાં ૯૯૫, માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૩૮૫ તેમજ ૪૦ કોલેજના સ્થળોએ ૨૦ અન્ય સહભાગી સંસ્થાઓ સહિત જિલ્લામાં અંદાજીત ૧૪૮૧ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે.

આ ઉપરાંત સૂર્યમંદિર મોઢેરા, તારંગા હિલ સ્ટેશન, તાના-રીરી ગાર્ડન, બહુચરાજી માતાજીનું મંદિર, શર્મિષ્ઠા તળાવ એર થીયેટર સહિતના સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. જિલ્લા કક્ષાએ પાંચ સ્થળોમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એન.જી.ઇન્ટરનેશનલ સ્કુલ, ઓ.એન.જી.સી ગ્રાઉન્ડ, દેદીયાસણ જી.આઇ.ડી.સી ગ્રાઉન્ડ અને નાલંદા હાઇસ્કુલ ખાતે યોગ દિવસ ઉજવાશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં યોગાભ્યાસ કરવા સૌ જિલ્લાવાસીઓને નિમંત્રણ પાઠવેલ છે.