મહેસાણા: નશાબંધી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાશે

અટલ સમાચાર, મહેસાણા નશાબંધી અને આબકારી વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નશાબંધી સપ્તાહ ઉજવણી- ૨૦૨૦નું આયોજન ૦૨ ઓક્ટોબરને શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે આયોજન કરાયું છે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહી સમારોહમાં પ્રોત્સાહન અને પ્રેરકબળ પૂરૂ
 
મહેસાણા: નશાબંધી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

નશાબંધી અને આબકારી વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નશાબંધી સપ્તાહ ઉજવણી- ૨૦૨૦નું આયોજન ૦૨ ઓક્ટોબરને શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે આયોજન કરાયું છે. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉપસ્થિત રહી સમારોહમાં પ્રોત્સાહન અને પ્રેરકબળ પૂરૂ પાડનાર છે. કાર્યક્રમ બાદ વ્યસન મુક્તિ રથનું પણ પ્રસ્થાન થનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, ભરતસિંહ ડાભી, રાજ્યસભા સંસદ સભ્ય જુગલજી ઠાકોર ધારાસભ્ય સર્વેઓ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ, નિયામક નશાબંધી સુનિલકુમાર ઉપસ્થિત રહેનાર છે.