સપાટો@મહેસાણા: ONGCની વેલ નજીક ટાંકામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો, ફરાર ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે પણ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રોહિબિશન લગત કાર્યવાહીમાં સક્રિય રહેતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણા LCBની ટીમે ગઇકાલે ટી.બી.રોડ પરના છાપરા નજીક આવેલ ONGCના વેલની પાસે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે કાર્યવાહી દરમ્યાન ઇસમ હાજર મળ્યો ન હોઇ તેને ઝડપી લેવા કવાયત
 
સપાટો@મહેસાણા: ONGCની વેલ નજીક ટાંકામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો, ફરાર ઇસમ વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે પણ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રોહિબિશન લગત કાર્યવાહીમાં સક્રિય રહેતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણા LCBની ટીમે ગઇકાલે ટી.બી.રોડ પરના છાપરા નજીક આવેલ ONGCના વેલની પાસે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે કાર્યવાહી દરમ્યાન ઇસમ હાજર મળ્યો ન હોઇ તેને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. આ સાથે મહેસાણા B ડીવીઝન પોલીસ મથકે ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ LCB PSI એ.કે.વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, કનુજી વિહાજી ઠાકોરે ટી.બી.રોડ છાપરા નજીક આવેલ ONGCના વેલની પાસે આવેલ કંમ્પાઉન્ડની ખુલ્લી જગ્યામાં બનાવેલ હોજમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી તાત્કાલિક LCBએ સ્થળ પર રેઇડ કરી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિતનો જથ્થો જપ્ત કર્યો હતો.

સપાટો@મહેસાણા: ONGCની વેલ નજીક ટાંકામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો, ફરાર ઇસમ વિરૂધ્ધ FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા LCB PI તરીકે એ.એમ.વાળાને જવાબદારી મળ્યાંના ગણતરીના દિવસોમાં પ્રશંસનિય કામગીરી સામે આવી છે. ગઇકાલે સાંજના સમયે PSI એ.કે.વાઘેલાની ટીમે કરેલી કાર્યવાહીમાં કનુજી ઠાકોર સ્થળ પર હાજર મળ્યો ન હતો. LCBએ સ્થળ ઉપરથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન નંગ-884 કિ.રૂ.1,15,104નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ફરાર ઇસમ વિરૂધ્ધ મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ 65(A)(E) મુજબ ગુનો નોંધાવતાં આ અંગે વધુ તપાસ બી ડીવીઝન PSI એમ.જી.રાઠોડ ચલાવી રહ્યા છે.