ખળભળાટ@મહેસાણા: સાગરદાણની તપાસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની જામીન અરજી રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીએ અગાઉ જામીન માટે અરજી મુક્યાં બાદ આજે તેની પર સુનાવણી થઇ છે. સાગરદાણના કથિત કૌભાંડની તપાસ વચ્ચે ગત દિવસોએ તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિપુલ ચૌધરીને રાહત અપાઇ
 
ખળભળાટ@મહેસાણા: સાગરદાણની તપાસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની જામીન અરજી રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. વિપુલ ચૌધરીએ અગાઉ જામીન માટે અરજી મુક્યાં બાદ આજે તેની પર સુનાવણી થઇ છે. સાગરદાણના કથિત કૌભાંડની તપાસ વચ્ચે ગત દિવસોએ તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિપુલ ચૌધરીને રાહત અપાઇ હતી. આ તરફ તેમને મુકેલી જામીન અરજી આજે સેશન્સ કોર્ટે રદ્દ કરતાં તેમના સમર્થકોમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અગાઉ સાગરદાણની તપાસ વચ્ચે તેમને ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે રાહત અપાયા બાદ વિપુલ ચૌધરીએ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જોકે સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી આજે અમદાવાદ સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી રદ્દ કરી છે.

ખળભળાટ@મહેસાણા: સાગરદાણની તપાસમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની જામીન અરજી રદ્દ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્ટેટ CID ક્રાઇમ દ્રારા સાગરદાણના કથિત કૌભાંડ મામલે કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપી મૌઘજી ચૌધરી અને નિશિત બક્ષીની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનિય છે કે, મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2014માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ છે. આ કેસમાં ફરિયાદ દાખલ થયા 6 વર્ષ પછી ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.