ચોંક્યાં@મહેસાણા: દૂધસાગરના પૂર્વ વાઇસ ચેરમેનની જામીન અરજી નામંજૂર, મચી દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં પૂર્વ વાઇસ ચેરમેનની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. ડેરીમાં કથિત બોનસ કાંડની તપાસ વચ્ચે મોંઘજી ચૌધરીની અગાઉ ટ્રાન્સફર વોરંટના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમ ધરપકડ કરી હતી. આ તરફ હવે તેમને મુકેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કેસની તપાસ ચાલુ હોવાથી જામીન
 
ચોંક્યાં@મહેસાણા: દૂધસાગરના પૂર્વ વાઇસ ચેરમેનની જામીન અરજી નામંજૂર, મચી દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં પૂર્વ વાઇસ ચેરમેનની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. ડેરીમાં કથિત બોનસ કાંડની તપાસ વચ્ચે મોંઘજી ચૌધરીની અગાઉ ટ્રાન્સફર વોરંટના આધારે સીઆઇડી ક્રાઇમની ટીમ ધરપકડ કરી હતી. આ તરફ હવે તેમને મુકેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય તેવી દલીલોને લઇ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. આ તરફ પૂર્વ વાઇસ ચેરમેનના જામીન નામંજૂર થતાં તેમના સમર્થકોમાં દોડધામ મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચોંક્યાં@મહેસાણા: દૂધસાગરના પૂર્વ વાઇસ ચેરમેનની જામીન અરજી નામંજૂર, મચી દોડધામ
જાહેરાત

મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીનો જંગ જામતો જાય છે. આ તરફ હવે પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઇ ચૌધરીની મુશ્કેલીઓ વધી છે. ગત દિવસોએ સીઆઇડી ક્રાઇમે તેમની કથિત બોનસ પગાર કાંડ મામલે ધરપકડ કર્યા બાદ તેમને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. આ તરફ કેસની તપાસ ચાલુ હોવાથી જામીન ન આપી શકાય સહિતન દલીલોને લઇ કોર્ટે રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે.