મહેસાણાઃ દેદિયાસણના વેપારીનો વિશ્વાસ કેળવી 2.62 લાખની છેતરપિંડી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાની જીઆઈડીસીના વેપારીનો વિશ્વાસ કેળવી કાચા માલની નિકાસ કરાઈ હતી. જેના પર લાગતો 18 ટકા જીએસટી પણ મહેસાણાના વેપારીએ ચુકવી આપેલ હતો પરંતુ આરોપીઓએ જીએસટી સરકારમાં રજૂ ન કરી 2.62 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર દેદિયાસણ જીઆઈડીસીમાં
 
મહેસાણાઃ દેદિયાસણના વેપારીનો વિશ્વાસ કેળવી 2.62 લાખની છેતરપિંડી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની જીઆઈડીસીના વેપારીનો વિશ્વાસ કેળવી કાચા માલની નિકાસ કરાઈ હતી. જેના પર લાગતો 18 ટકા જીએસટી પણ મહેસાણાના વેપારીએ ચુકવી આપેલ હતો પરંતુ આરોપીઓએ જીએસટી સરકારમાં રજૂ ન કરી 2.62 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર દેદિયાસણ જીઆઈડીસીમાં ટેકનો વાયર પ્રોડક્ટ અને અવધુત સ્ટ્રીઝ કંપનીના માલીક મહેશભાઈ પરસોત્તમભાઈ પટેલે કાચા માલ પેટે રુપિયા ૧૪,૫૭,૩૩૯ની ખરીદી કરી હતી. જેના પર લાગતો ૧૮ ટકા જી.એસ.ટી. રૂ.૨,૬૨,૩૨૨ મળી કુલ રુપિયા ૧૭,૧૯,૬૬૧ પુરા ચુકવી આપેલ હતા. જેના બીલ નં.૫૬, ૫૮માં કુલ રકમનો ઉલ્લેખ પણ કર્યો હતો.

આ તરફ વિશ્વાસઘાતીઓએ જી.એસ.ટી.ની રકમ સરકારમાં જમા કરાવી ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વેપારીને ક્રેડીટ મળેલ નહી. ત્યારે માલુમ પડ્યું કે પોતાની સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી આચરવામાં આવી છે. જેથી જીએસટીના નાણાં પેટે રૂ.૨,૬૨,૩૨૨/- આરોપીઓએ અંગત આર્થીક ફાયદો કરી લઈ છેતરપીંડી આચર્યાની મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે અંગેનો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

છેતરપીંડીને અંજામ આપનાર આરોપીઓઃ

(૧) સુબોધ મહાવીરપ્રસાદ ચોરસીયા
(૨) અશોકભાઇ મહાવીરપ્રસાદ ચોરસીયા
(૩) પ્રબોધ મહાવીરપ્રસાદ ચોરસીયા
(૪) શશાંક સુબોધપ્રસાદ ચોરસીયા રહે-ચોરસીયા એબ્રેસીવ એન્ડ સ્ટીલ પ્રા.લી. પ્લોટ નં-૪૪ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભાનપુરી CIPET આગળ ઉરકુરા રાયપુર