મહેસાણા: ABVPના પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં ગીતા રબારીની ઘૂમ, જુઓ Video

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) ABVP મહેસાણા દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીનો જ સમય રહ્યો છે ત્યારે એબીવીપી મહેસાણા દ્વારા રાજધાની ટાઉનશિપ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગત તા.27/09/2019ને સાંજે 7 વાગે પ્રિ નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ
 
મહેસાણા: ABVPના પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં ગીતા રબારીની ઘૂમ, જુઓ Video

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ABVP મહેસાણા દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીનો જ સમય રહ્યો છે ત્યારે એબીવીપી મહેસાણા દ્વારા રાજધાની ટાઉનશિપ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગત તા.27/09/2019ને સાંજે 7 વાગે પ્રિ નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રદીપસિંહ વાઘેલા (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ NYCS, બીજેપી ગુજરાત પ્રદેશ મંત્રી), વિશેષ ઉપસ્થિતિ તરીકે ડૉ. છગનભાઈ એન. પટેલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ABVP,સાર્વજનિક ફાર્મસી કોલેજ પ્રિન્સિપાલ), અતિથિ વિશેષ તરીકે પ્રા.સોનિયાબેન પટેલ(રાષ્ટ્રીય કલમાંચ પ્રાંત પ્રમુખ ABVP ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા.

મહેસાણા: ABVPના પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં ગીતા રબારીની ઘૂમ, જુઓ Video

ABVP દ્રારા આયોજીત પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં મહેસાણા શહેરના ૪૦૦૦ થી વધુ ખેલૈયાઓ જોડાયા હતા અને ગરબાનો આણંદ માણ્યો હતો. જેમાં કલાકાર તરીકે ગીતાબેન રબારી અને તેમની ટીમે ખેલૈયાઓને મોજ કરાવી હતી.

મહેસાણા: ABVPના પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં ગીતા રબારીની ઘૂમ, જુઓ Video

સુત્રોએ જણાવ્યુ હતુ કે,પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં આવેલ દાનની રકમ ABVP દ્વારા વર્ષ દરમિયાન થતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં ઉપયોગ કરવામાં આવશે.પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં ૨ લકી ડ્રો કરવામાં આવ્યા હતા અને પ્રથમ ભાઈ તથા બહેન બેસ્ટ ગરબા પરફોર્મન્સ તથા પ્રથમ ભાઈ તથા બહેનને બેસ્ટ ટ્રેડિશનલ કપડાં પહેરેલાંને ઈનામ આપવામાં આવ્યું હતું.

મહેસાણા: ABVPના પ્રી નવરાત્રી ગરબા મહોત્સવમાં ગીતા રબારીની ઘૂમ, જુઓ Video