મહેસાણાઃ ગ્રામપંચાયતો સ્વચ્છતા અર્થે, 14મા નાણાંપંચમાંથી ખર્ચ કરી શકશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી સામે સ્વચ્છતા જરૂરી છે. સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં સ્વચ્છતાનું પુરતું ધ્યાન અપાઇ રહ્યું છે. સ્વચ્છતા બાબતે પુરતા પ્રમાણમાં નાણા પણ ફાળવવમાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે ખાસ
 
મહેસાણાઃ ગ્રામપંચાયતો સ્વચ્છતા અર્થે, 14મા નાણાંપંચમાંથી ખર્ચ કરી શકશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી સામે સ્વચ્છતા જરૂરી છે. સરકાર દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં સ્વચ્છતાનું પુરતું ધ્યાન અપાઇ રહ્યું છે. સ્વચ્છતા બાબતે પુરતા પ્રમાણમાં નાણા પણ ફાળવવમાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે ખાસ ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીના પગલે રાજ્ય સરકારે સૌ પ્રથમ વાર સ્વચ્છતા અંગેનો ખર્ચ ૧૪ માં નાણાપંચમાંથી કરવાનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ ઉમેર્યું હતું કે સામાન્ય રીતે ૧૪ ના નાણાપંચમાંથી ખર્ચ જે એસેટ ઉભી થાય તે માટે કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષે કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને અટકાવવા માટે ગ્રામપંચાયોતને સ્વચ્છતા બાબતે નક્કી કરેલ પેરામીટર મુજબ ખર્ચ કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય થકી પંચાયતોને સીધો લાભ મળનાર છે. તેમણે પંચાયતોને વિવેકબુધ્ધી અનુંસાર ખર્ચ કરવાનો પણ અનુંરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી દક્ષિણીએ ઉમેર્યું હતું કે ગ્રામપંચાયોતની અહમ ભુમિકા સ્વચ્છતા જાળવવાની છે જેનાથી જંતુનાશક દ્વારા વાયરલ ચેપ અટકાવી શકાય. સરકારે આ વર્ષે ગામોના રસ્તાઓ, ગટર, શાળા-કોલેજો, જાહેર વપરાશના મકાનો, આંગણવાડી કેન્દ્રો, હોસ્પિટલ બિલ્ડીંગ, લાયબ્રેરી બિલ્ડીંગ, કમ્યુનિટી હોલ, પંચાયત ભવન, બજાર સ્થળ બેન્ક પરિસર, પોસ્ટ ઓફિસ પરિસર, સી.એસ.સી સહિત જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકાશે

જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું કે આ ગ્રાન્ટમાંથી સફાઇ કામદારો માટે માસ્ક, તેમની આંખના રક્ષણ માટે ગોગલ્સ તેમજ હેન્ડવોશ, સાબુ, સેનિટાઇઝર, ડસ્ટબીન સહિતનો ખર્ચ કરી શકાશે જેનાથી ગ્રામપંચાયતો કોવિડ-૧૯ વાયરસ સંક્રમણના અટકાયતી પગલાં લઇ શકશે.