મહેસાણા: DDO એમ.વાય દક્ષિણીના અધ્યક્ષસ્થાને મોયણમાં ગ્રામસભા

અટલ સમાચાર, કડી મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જોટાણા તાલુકાના મોયણ ગામે ગ્રામસભા યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વિકાસના વિવિધ કામો થઇ રહ્યા છે. ત્રી સ્તરીય પંચાયત માળખામાં ગામોનો સમતોલ વિકાસ થઇ રહ્યો છે.ગ્રામસભા એ ગામના વિકાસનું હાર્દ છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો જિલ્લા વિકાસ
 
મહેસાણા: DDO એમ.વાય દક્ષિણીના અધ્યક્ષસ્થાને મોયણમાં ગ્રામસભા

અટલ સમાચાર, કડી

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને જોટાણા તાલુકાના મોયણ ગામે ગ્રામસભા યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વિકાસના વિવિધ કામો થઇ રહ્યા છે. ત્રી સ્તરીય પંચાયત માળખામાં ગામોનો સમતોલ વિકાસ થઇ રહ્યો છે.ગ્રામસભા એ ગામના વિકાસનું હાર્દ છે.

મહેસાણા: DDO એમ.વાય દક્ષિણીના અધ્યક્ષસ્થાને મોયણમાં ગ્રામસભા

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ મોયણ ગામમાં ગ્રામસભા યોજી હતી. આ ઉપરાંત ગામની આંગણવાડીની મુલાકાત કરી હતી. આંગણવાડીની મુલાકાત દરમિયાન કુપોષણ અભિયાન અંતર્ગત ગ્રામજનોને વાકેફ કર્યા હતા. ગ્રામજનોને ગામમાં એક પણ બાળક કુપોષીત ન રહે તે માટે સમગ્ર ગામને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. મોયણ ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી. જેમાં શિક્ષણ સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી હતી.

મહેસાણા: DDO એમ.વાય દક્ષિણીના અધ્યક્ષસ્થાને મોયણમાં ગ્રામસભા

આ ઉપરાંત ગામમાં ચાલી રહેલ 14માં નાણાંપંચના વિકાસના કામોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત વણકર વાસ સહિત વિવિધ મહોલ્લાની મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે.રાઠોડ સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.