પાટણઃ મુખ્યમંત્રી દ્વારા ‘હું પણ કોરોના વોરિયર’ અંતર્ગત વિડિયો કોન્ફરન્સ યોજાઇ

અટલ સમાચાર, પાટણ પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામેની સીધી લડાઇમાં સૌ નાગરિકોને કોરોના વોરિયર તરીકેની ભૂમિકા ભજવવા આહ્વાન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લાના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પાટણમાં સમાજના અગ્રણીઓ, સ્વૈચ્છીક સંસ્થાના
 
પાટણઃ મુખ્યમંત્રી દ્વારા ‘હું પણ કોરોના વોરિયર’ અંતર્ગત વિડિયો કોન્ફરન્સ યોજાઇ

અટલ સમાચાર, પાટણ

પ્રવર્તમાન કોરોના વાયરસના સંક્રમણ સામેની સીધી લડાઇમાં સૌ નાગરિકોને કોરોના વોરિયર તરીકેની ભૂમિકા ભજવવા આહ્વાન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લાના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પાટણમાં સમાજના અગ્રણીઓ, સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ, શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો સાથે સીધો સંવાદ સાધી ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંગે માર્ગદર્શન પુરૂ પાડી કોરોના વાયરસ સામેની લડાઈમાં જોડાવા સૌને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ નાગરીકોને કોરોના વોરિયર અભિયાનમાં જોડાઈ લોકડાઉનમાં મળેલ છુટછાટોમાં મુખ્યત્વે ત્રણ બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. જેમાં બાળકો અને વડિલો ઘરમાં જ રહે તે સુનિશ્ચિત કરી તેમની વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે માસ્ક અને દો ગજ કી દૂરી સહિતની પૂરતી તકેદારી સાથે કોરોના સામે લડવા જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત તા.૨૨ મેના રોજ વડિલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી લઈ, તા.૨૪ મેના રોજ સેલ્ફી વિથ માસ્ક પોસ્ટ કરવા તથા તા.૨૬ મેના રોજ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના સ્ક્રિનશૉટ્સ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર મુકવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. વધુમાં કોરોના વાયરસની કોઈ દવા શોધાઈ નથી તેવા સમયે મુખ્યમંત્રીએ માસ્ક, દો ગજ દૂરી અને સાબુથી વારંવાર હાથ ધોવા જેવી તકેદારીઓ અંગે માર્ગદર્શન આપી રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક  ઉકાળા અને દવાઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે તા.૨૧ થી ૨૬ સુધી રાજ્યના વિવિધ ક્ષેત્રના અગ્રણી તથા મહાનુભાવો દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી આ અંગે માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવામાં આવશે. વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓને સાત દિવસ સુધી ચાલનારા ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં જોડાઈ જીતશે ગુજરાત હારશે કોરોના સુત્રને સાર્થક કરવા જાહેર જનતાના સહયોગ માટે મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.

પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં આર્થિક પ્રવૃત્તિઓ સિમીત છે પરંતુ લોકોના હ્રદયની ઉદારતા વિશાળ છે. જિલ્લામાં કોઈપણ વ્યક્તિ ભુખ્યું સુઈ ન રહે એની ચિંતા પણ સૌ નાગરીકોએ લોકડાઉન દરમ્યાન કરી છે. નાના પરિવારો, હોમગાર્ડ્સ અને શિક્ષકો સહિતના કર્મચારીઓએ આ મહામારીના સમયમાં જરૂરીયાતમંદ લોકોને દાન કર્યું છે. જીવદયા ક્ષેત્રે અને યુવાનો દ્વારા જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે.