મહેસાણાઃ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને વિજાપુર ધારાસભ્ય રમણલાલ પટેલની ઉપસ્થિતિમાં વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે આજથી લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરાઇ છે. જે પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 145 જેટલા સ્થળોએ અને જિલ્લામાં ત્રણ સ્થળોએ મગફળી ખરીદીની શરૂઆત કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારીત થયેલ
 
મહેસાણાઃ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને વિજાપુર ધારાસભ્ય રમણલાલ પટેલની ઉપસ્થિતિમાં વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે આજથી લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરાઇ છે. જે પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 145 જેટલા સ્થળોએ અને જિલ્લામાં ત્રણ સ્થળોએ મગફળી ખરીદીની શરૂઆત કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારીત થયેલ એસ.ઓ.પી મુજબ માર્ગદર્શિકા પ્રમાણે ખરીદી થવાની છે. જિલ્લામાં રજિસ્ટ્રેશન થયેલ ખેડુતોને મુશ્કેલી ના પડે તે માટે એસ.એમ.એસના માધ્યમથી વેચાણ માટે જાણ કરાઇ રહી છે.

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન 2019-20અંતર્ગત ટેકાના ભાવે રૂ.5090 પ્રતિ ક્વિટલ રૂ.1018 પ્રતિ મણ મુજબ જિલ્લાના એ.પી.એમ.સી ખરીદ કેન્દ્રો વિજાપુર,ખેરાલુ અને સતલાસણા ખાતે મગફળીની ખરીદીની શરૂઆત થઇ છે. તારીખ 1-11-2019થી 90 દિવસ તારીખ 31-1-2020 સુધીમાં ખરીદી થનાર છે. રાજ્ય સરકાર દ્વારા ધારા-ધોરણ મુજબ સાફ સફાઇ કરીને મહત્તમ 2500 કિલોની મર્યાદામાં જેતે ખરીદ કેન્દ્રો ખાતે ખેડુતને મળેલ મેસેજમાં જણાવેલ તારીખ અને સમયે માલ વાહનમાં ખુલ્લો રાખવાનો રહેશે.

ખેડુતોએ લાવેલ મગફળીના જથ્થામાંથી ચકાસણી માટે લીધેલ સેમ્પલમાં 65 ટકાનો ઉતારો હોવો જરૂરી છે. વિદેશી અશુધ્ધિઓ 2 ટકાની મર્યાદામાં તથા તૂટેલા અથવા ચીમળાયેલા દાણા 2 ટકાની મર્યાદામાં હોવા જરૂરી છે. અન્ય પ્રકારના મિશ્રણ દાણા 4 ટકાની મર્યાદામાં તેમજ ચીમળાયેલા દાણા તેમજ અપરીપક્વ દાણા ૦4 ટકાની મર્યાદામાં રહેશે. જીવાતથી કાણાં પડેલ દાણાંની સંખ્યા 1 ટકાની મર્યાદામાં હોવી જરૂરી છે. આ ઉપરાંત મગફળીમાં ભેજનું પ્રમાણ મહત્તમ 8 ટકા હોવું જરૂરી છે સહિતની વિવિધ તકનીકી માહિતી સ્થળ પર અપાઇ હતી.

મહેસાણા જિલ્લા કલેક્ટ્ર એચ.કે.પટેલ દ્વારા મગફળીના વેચાણ કેન્દ્ર વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે જાત નીરીક્ષણ કરી વિવિધ સુચનાઓ આપી હતી. ખરીદ કેન્દ્રો પર ખરીદ પ્રકિયા પારદર્શક રીતે થાય તે માટે વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે. મગફળી વેચાણ કેન્દ્ર નિરીક્ષણમાં ધારાસભ્ય રમણભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.