મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શૈક્ષિત મહાસંઘના 7માં અધિવેશનનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતની ધરતી પર શૈક્ષિક મહાસંઘના અધિવેશનનું આયોજન-વૈચારિક આદાન-પ્રદાન ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ દેશની સમગ્ર શિક્ષા પ્રણાલિ માટે ઉપયોગી બનશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે. વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા
 
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય શૈક્ષિત મહાસંઘના 7માં અધિવેશનનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતની ધરતી પર શૈક્ષિક મહાસંઘના અધિવેશનનું આયોજન-વૈચારિક આદાન-પ્રદાન ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ દેશની સમગ્ર શિક્ષા પ્રણાલિ માટે ઉપયોગી બનશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી માન્યતા, સાંસ્કૃતિક ધરોહર અને દેશની આવશ્યકતાના આધાર પર પ્રાથમિકથી લઇને ઉચ્ચ શિક્ષા પ્રણાલિથી જ રાષ્ટ્રનિર્માણ માટે સજ્જ થઇ શકાશે.

વિજયભાઇ રૂપાણીએ શિક્ષા અને સંસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં કહ્યું કે, શિક્ષા-દિક્ષા આપણી પરંપરા છે. માત્ર શિક્ષિત નહિ, દિક્ષીત પેઢી, રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો ‘‘રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ’’ છે.

ગુજરાતે ભ્રષ્ટાચાર વિરુધ્ધ પહેલું આંદોલન નવનિર્માણ આંદોલન છેડયું હતું. હવે ગુજરાતે વોટબેન્કની રાજનીતિના સ્થાને વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી સમગ્ર દેશને વિકાસનું નવું રોલ મોડેલ આપ્યું છે એનો પણ તેમણે ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ આ ત્રિદિવસીય મહાઅધિવેશનમાં થનારૂં ચિંતન-મનન, આપસી વૈચારિક આદાન-પ્રદાન સમગ્ર દેશની શિક્ષણ પધ્ધતિ માટે ઉપયોગી બનશે એમ પણ અધિવેશનને સફળતાની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું.

એ.બી.આર.એસ.ના અધ્યક્ષ જે.પી.સીંધલએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, શિક્ષકોનું આ સંગઠન રાષ્ટ્રહિતમાં શિક્ષા, શિક્ષાના હિતમાં શિક્ષક અને શિક્ષકના હિતમાં સમાજને લઇને આગળ ચાલી રહ્યું છે. સમાજમાં પરિવર્તન શિક્ષક થકી શકય છે. એ.બી.આર.એસ.એમના મહામંત્રી શિવાન્દ સિન્દનકેરાએ જણાવ્યું હતું કે કે 10 લાખ જેટલા સદસ્યો થકી શિક્ષણની ચિંતા અને ચિંતન થઇ રહ્યું છે તેમણે એ.બી.આર.એસ.એમની વિવિધ પ્રવૃતિઓની માહિતી પણ આપી હતી.

અધ્યક્ષ ગણપતભાઇ પટેલે જણાવ્યું હતુ કે આ વિશ્વ વિધાલયમાં દેશભરના ગુરૂઓના આગમન થકી આજે ભુમિ પવિત્ર બની છે.તેમણે જણાવ્યું હતું કે ગુરૂના આશિર્વાદથી બાળકના ભવિષ્યનું નિર્માણ થાય છે. તેમણે દેશભરના શિક્ષકોને યુનિવર્સિટીને આંગણે આવકાર્યા હતા.

આ અવસરે વિવિધ ત્રણ પ્રકાશનનું વિમોચન કરવામં આવ્યું હતું. ડો. કલ્પના પાંડે દ્વારા લેખિત ‘‘નારી ભારતીય દષ્ટી અને ભવિષ્ય વિષય’’ પર પ્રમુખ લેખોનું સંકલન ‘‘ભારતીય સંગીતમાં શિક્ષા અને સ્વાસ્થય’’ની પત્રિકા અને રાજસ્થાન ક્ષેત્રના સંઘચાલક ભગવતી પ્રસાદ લેખિત ‘‘પર્યાવરણ સંકટ જીવસુષ્ટી અને જનજીવન’’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ શારદાબેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા, ધારાસભ્ય આશાબેન પટેલ, વિવિધ વિશ્વ વિધાલયના કુલપતિઓ, ઉપકુલપતિઓ, પ્રાન્ત સંઘચાલકઓ, ક્ષેત્રીય મંત્રીઓ, પૂર્વ કુલપતિઓ, વિવિધ શિક્ષણ અધિકારીઓ-પદાધિકારીઓ, સંયોજક ઘનશ્યામભાઇ પટેલ, નારાયણલાલ ગુપ્તા, સહ સંયોજક ભાવિનભાઇ ભટ્ટ, સહ સંયોજક રમેશભાઇ ચૌધરી, મહાપ્રબંધક ભીખાભાઇ પટેલ, સહસંયોજક રતુભાઇ ગોળ, પ્રચારકઓ, રાષ્ટ્રભરના આમંત્રિત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.