કાર્યવાહી@મહેસાણા: 2 પોલીસ મથકના 3 કરોડના ચીટીંગ કેસના આરોપીને LCBએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા ઉત્તર ગુજરાતના ગાંધીનગર અને ઇડર પંથકમાં 3 કરોડના ચીટીંગ કેસના આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા LCB PIના માર્ગદર્શન મુજબ તપાસમાં રહેલ ટીમે બાતમી આધારે કાર્યવાહી કરી છે. જેમાં ASIને મળેલી ચોક્કસ બાતમી આધારે આરોપી ઇસમને મહેસાણા તાલુકાના ગામના બસસ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમને ઝડપી પાડી
 
કાર્યવાહી@મહેસાણા: 2 પોલીસ મથકના 3 કરોડના ચીટીંગ કેસના આરોપીને LCBએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

ઉત્તર ગુજરાતના ગાંધીનગર અને ઇડર પંથકમાં 3 કરોડના ચીટીંગ કેસના આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો છે. મહેસાણા LCB PIના માર્ગદર્શન મુજબ તપાસમાં રહેલ ટીમે બાતમી આધારે કાર્યવાહી કરી છે. જેમાં ASIને મળેલી ચોક્કસ બાતમી આધારે આરોપી ઇસમને મહેસાણા તાલુકાના ગામના બસસ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમને ઝડપી પાડી મહેસાણા તાલુકા પોલીસ મથકે સોંપવાની કવાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી અભય ચુડાસમા અને પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઇ હતી. જેમાં ASI દિનેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંધીનગર ઇન્ફોસીટી અને ઇડર પોલીસ સ્ટેશનમાં કુલ 3 કરોડની છેતરપિંડીની ફરીયાદનો આરોપી ચૌધરી પ્રદિપભાઇ સાલુભાઇ(ગોકળગઢ, તા.જી.મહેસાણા) વાળો સામેત્રા બસ સ્ટેન્ડ પાસે ઉભો છે. જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમને ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપવા કવાયત હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપી ઇસમ સામે ગાંધીનગર ઇન્ફોસિટી અને સાબરકાંઠાના ઇડર પોલીસ સ્ટેશનમાં આઇપીસી અને ઇનામી છેતરપિંડી અને સરક્યુલેશન સ્કિમ બુધ અધિનિયમ મુજબ ગુનો નોંધાયેલો છે. LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇસમને સામેત્રા બસ સ્ટેન્ડથી ઝડપી પાડી CRPC 41(1)I મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તાલુકા પોલીસને સોંપવા કવાયત હાથ ધરી છે.