સપાટો@મહેસાણા: LCBએ પ્લાન્ટમાંથી ડુપ્લિકેટ અને લુઝ બીડીનો 2.17 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBએ થોળ ગામે કાર્યવાહી કરી લુઝ અને ડુપ્લિકેટ બીડીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અસામાજીક પ્રવૃત્તિઓ કરતાં ઇસમો પર રેઇડ કરવા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે થોળ ગામે ઘંઉ દળવાની ચક્કીના પ્લાન્ટની આડમાં મકાનમાં લુઝ અને ડુપ્લિકેટ બીડીઓનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
 
સપાટો@મહેસાણા: LCBએ પ્લાન્ટમાંથી ડુપ્લિકેટ અને લુઝ બીડીનો 2.17 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે મહેસાણા LCBએ થોળ ગામે કાર્યવાહી કરી લુઝ અને ડુપ્લિકેટ બીડીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અસામાજીક પ્રવૃત્તિઓ કરતાં ઇસમો પર રેઇડ કરવા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે થોળ ગામે ઘંઉ દળવાની ચક્કીના પ્લાન્ટની આડમાં મકાનમાં લુઝ અને ડુપ્લિકેટ બીડીઓનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. LCBએ સ્થળ પરથી કુલ કિ.રૂ.2,17,200ના મુદ્દામાલ એક ઇસમની ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહે અસામાજીક પ્રવૃત્તિ આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI એસ.બી.ઝાલા, ASI રત્નભાઇ, હીરાજી, જયવિરસિંહ, નરેન્દ્રસિંહ તથા HC શૈલેષકુમાર, અરવિંદકુમાર, રશ્મેન્દ્રસિંહ, હેમેન્દ્રસીંહ અને PC સન્નિકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન થોળ ગામે પટેલ રજનીકાંત ડુપ્લીકેટ બીડીઓનું પેકીંગ કરી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

સપાટો@મહેસાણા: LCBએ પ્લાન્ટમાંથી ડુપ્લિકેટ અને લુઝ બીડીનો 2.17 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ LCBની ટીમે તાત્કાલિક થોળ ગામે માધવ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં રેઇડ કરી હતી. આ તરફ સ્થળ પરથી અલગ-અલગ કંપનીની ડુપ્લીકેટ માર્કાની બીડીઓ તથા લુઝ બીડીઓના જથ્થા સાથે મળી કુલ 2,17,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. LCBએ આરોપી સામે બાવલુ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાવલુ પોલીસે આરોપી સામે આઇપીસી 483, 485, 486, 487, ટ્રેડમાર્ક એક્ટ 29, 30, 78, 79, 105, કોપીરાઇટ એક્ટ 63, 63(A), 64, 65, કોપ્ટા એક્ટ 8, 9 અને લીગલ મેટાલોજી એક્ટની કલમ 36 મુજબ ગુનો નોંધ્યો છે.

આરોપીનું નામ

  • પટેલ રજનીકાંત દિનેશભાઇ, રહે.હાલ, અમદાવાદ (સી-205, વિશ્વાસ એપાર્ટમેન્ટ, ગુલાબટાવરની સામે, સોલા), મૂળ રહે.થોળ, ભા વાળો વાસ, તા.કડી, જી.મહેસાણા