આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા ઓએનજીસી ઘ્વારા તેલ સંશોધન માટે વિવિધ ઠેકાણે ઘડાકો કરી મોત સમાન કુવા બનાવી દેવામાં આવ્યા છે. જેને લઇ ખેડુતોએ તાજેતરમાં જ વહીવટીતંત્રને રજુઆત કરી હતી. જાણે, ઓએનજીસી પણ ઘટનાની રાહ જોતુ હોય તેમ અકસ્માત બન્યો છે. મહેસાણા નજીક આવેલ હિંગળાજપુરા ગામે ખોદેલા ઊંડા ખાડામાં એક શ્વાન ગરકાવ થઈ ગયું હતું. જોકે ગ્રામજનોને ખ્યાલ આવતા શ્વાનને બહાર કાઢવાની દોડધામ શરૂ કરી હતી.

મહેસાણા પંથકમાં ઓએનજીસી ઘ્વારા ઠેક-ઠેકાણે ઉંડા ખાડાઓ ખોદી તેલ શોધવાનું પુરજોશમાં ચાલુ છે. આ પૈકી મહેસાણા તાલુકાના હિંગળાજપુરા ગામે 400 ફૂટ ઊંડા ખાડામાં અચાનક શ્વાન પડી ગયો છે. જેની જાણ નજીકના ખેડુતોને થતા ઓએનજીસી સામે મોત સમાન ખુલ્લા ખાડાને લઇ ગુસ્સો ભભૂકી ઉઠયો છે.આ તરફ ઓએનજીસી કે તંત્રની રાહ જોયા વગર કોઠાસુઝવાળા ખેડુતોએ શ્વાન બચાવવા મથામણ આદરી છે. તાજેતરમાં જ મહેસાણાના ખેડુતોએ ONGCની કામગીરીને લઇ કેટલાક સવાલો સાથે જીલ્લા વહીવટી તંત્રને રજુઆત કરી હતી. ઉલ્લેખનિય છેકે, સર્વે પૂર્ણ થયા બાદ ખાડા ખુલ્લા છોડી દેવાયા છે. ખેડુતોને બોર બનાવવા દરમ્યાન ખુલ્લા ખાડા નહી રાખવા તંત્ર આદેશ ફરમાવે છે ત્યારે ઓએનજીસીના ખુલ્લા ખાડા સામે તંત્રનું હથિયાર જાણે બુટ્ઠુ સાબિત થઇ રહયુ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code