મહેસાણાઃ જિલ્લામાં શ્રેષ્ઠ કાર્યકર, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કક્ષાના ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે હેન્ડ વોશીંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રાર્થના,પોષણ આરતી, પોષણ શપથ સહિતના કાર્યક્રમો દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં સુપોષીત પરિકલ્પનાને પરીપુર્ણ કરવા માટે શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી પ્રોત્સાહિત
 
મહેસાણાઃ જિલ્લામાં શ્રેષ્ઠ કાર્યકર, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અપાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કક્ષાના ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે હેન્ડ વોશીંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પ્રાર્થના,પોષણ આરતી, પોષણ શપથ સહિતના કાર્યક્રમો દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લાના કક્ષાના કાર્યક્રમમાં સુપોષીત પરિકલ્પનાને પરીપુર્ણ કરવા માટે શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોને સફળ બનાવવા આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૌ.ગૌરાંગ વ્યાસ, સંબધિત જિલ્લાના તમામ શાખાના નોડલ અધિકારીઓ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, સી.ડી.પી.ઓ સહિત સંબધિત જિલ્લાના તમામ શાખાના નોડલ અધિકારીઓ,ગ્રામ્ય સ્તરે વી.એલ.ઇ,શિક્ષણ કર્મીઓ,આાચાર્યઓ,બી.આર.સી, સી.આર.સી,આંગણવાડીની બહેનો ટીમ વર્કથી કામ કરી રહી છે.