મહેસાણાઃ જિલ્લામાં પ્રવેશતી ચેકપોસ્ટો ઉપર મેડીકલ ટીમ તૈનાત રહેશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં સરકાર દ્વારા જાહેર થયેલ નવીન આદેશ મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાએ જિલ્લા પોલીસ વડાના સંકલનમાં રહીને મહેસાણા જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર આરોગ્યલક્ષી ચકાસણી માટે મેડીકલ ટીમ ૨૪*૦૭ તૈનાત રાખવા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું છે. મહેસાણા જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીએ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી અને સરપંચ પાસેથી દરરોજ ગામમાં
 
મહેસાણાઃ જિલ્લામાં પ્રવેશતી ચેકપોસ્ટો ઉપર મેડીકલ ટીમ તૈનાત રહેશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં સરકાર દ્વારા જાહેર થયેલ નવીન આદેશ મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણાએ જિલ્લા પોલીસ વડાના સંકલનમાં રહીને મહેસાણા જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર આરોગ્યલક્ષી ચકાસણી માટે મેડીકલ ટીમ ૨૪*૦૭ તૈનાત રાખવા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું છે. મહેસાણા જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીએ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી અને સરપંચ પાસેથી દરરોજ ગામમાં પ્રવેશેલા અને નિવાસ કરતા બહારથી આવેલા વ્યક્તિઓની યાદી મેળવી તેમને સર્વેલન્સ હેઠળ મુકવા પણ જણાવાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ દ્વારા ૧૮ મેના રોજ બહાર પાડેલ જાહેરનામાના પારા નંબર ૧૨ અન્ય વિસ્તારોમાંથી મહેસાણા જિલ્લામાં પ્રવેશતી વ્યક્તિઓને અનુંસરવાની કાર્યરીતી પારા ૧૨(૧) રદ્દ કરી લોકડાઉન સંદર્ભે આર્થિક પ્રવૃતિઓને ઉત્તેજન આપવા તથા લોકોની આજીવીકાને સુર્દઢ કરવા વિવિધ નિયમોનું પાલન કરવા આદેશ કરેલ છે. જેમાં આતંર જિલ્લા આવન-જાવન માટે કોઇ જ પાસ મંજુરીની આવશ્યકતા રહેશે નહી.આંતર રાજ્ય તથા રાજ્યની સરહદ પરથી આવન-જાવન માટે પાસ મંજુરી અગાઉની સૂચનાઓ અનુ્ંસાર જિલ્લા કલેક્ટર પાસેથી મેળવવાની રહશે.

આંતર જિલ્લા આવન-જાવન માટે આંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત રાખવાની રહશે. ચેકપોસ્ટ પરઆરોગ્ય ચકાસણી માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મેડીકલ ટીમ તૈનાત રાખવાની રહશે.જે વ્યક્તિઓ અન્ય જિલ્લામાંથી પ્રવેશ કરવા માંગતી હોય તેઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જો કોઇપણ વ્યક્તિઓ કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતી જણાશે તો તેમને તાત્કાલીક ધોરણે હોસ્પિટલાઇઝ કરવામાં આવશે તથા આગળની મુસાફરી અટકાવવામાં આવશે.

જિલ્લામાં કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ સવારે ૦૮ કલાથી ૧૫ કલાક સુધી ચાલુ રાખી શકાશે. જ્યારે કન્ટેઇમેન્ટઝોન સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો સવારે ૦૮ કલાકથી સાંજે ૧૬-૦૦ કલાક સુઘી ચાલુ રાખી શકાશે. ઉદ્યોગો તથા પેટ્રોલ પંપો સવારે ૦૮-૦૦ કલાથી ૧૮ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી દવાની દુકાનો કોઇપણ બાધ વગર ખુલ્લી રાખી શકાશે.

સમગ્ર મહેસાણા જિલ્લામાં રાત્રીના ૦૭ કલાકથી સવારના ૦૭ કલાક સુધી કરફ્યુ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી મુવેમેન્ટ માટે કરફ્યુ પાસ જે તે સંબધિત વડા- ઇન્સીડન્ટ કમાન્ડર દ્વારા ઇસ્યુ કરવાના રહેશે આર્થિક પ્રવૃતિઓ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલ તમામ છુટછાટો યથાવત રહશે.