હડકંપ@મહેસાણા: લોનની લાલચમાં વેપારીએ 46 લાખ ભર્યાં, 2 મહિને ફ્રોડની ખબર પડી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકાના એક ગામના વેપારીએ લોનની લાલચે 46 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત દિવસોએ ઇન્ટરનેટ પર વીડિયો જોયા બાદ એક જાહેરાત પર ક્લિક કર્યુ હતુ. જે બાદમાં બીજા દિવસે અજાણ્યાં ઇસમે ફોન કરી લોનની વાત કરતાં વેપારીને મકાન લેવા લોનની જરૂર હોઇ વિશ્વાસમાં આવી ગયા હતા. આ તરફ અજાણ્યાં
 
હડકંપ@મહેસાણા: લોનની લાલચમાં વેપારીએ 46 લાખ ભર્યાં, 2 મહિને ફ્રોડની ખબર પડી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકાના એક ગામના વેપારીએ લોનની લાલચે 46 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત દિવસોએ ઇન્ટરનેટ પર વીડિયો જોયા બાદ એક જાહેરાત પર ક્લિક કર્યુ હતુ. જે બાદમાં બીજા દિવસે અજાણ્યાં ઇસમે ફોન કરી લોનની વાત કરતાં વેપારીને મકાન લેવા લોનની જરૂર હોઇ વિશ્વાસમાં આવી ગયા હતા. આ તરફ અજાણ્યાં ઇસમોએ અલગ-અલગ નંબર પરથી ફોન કરી કંપનીના કાગળો મોકલી આપી વેપારીને વિશ્વાસમાં લઇને 46 લાખ પડાવી લીધા હતા. જે બાદમાં વેપારીને કંપની જ ફ્રોડ હોવાનું જાણ થતાં સાયબર ક્રાઇમમાં અરજી આપ્યાં બાદ લાંઘણજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના આંબલિયાસણના વેપારીએ લોન મેળવવાની લાલચ ભારે પડી છે. આંબલિયાસણના દેવેન્દ્રકુમાર પરષોત્તમભાઇ પટેલ (ઉ.વ.44) આંબલિયાસણ ખાતે ખેતપેદાશનો લે-વેચનો ધંધો કરે છે. ગત તા.6-2-2021ના રોજ તેઓ પોતાના ફોનમાં યુટ્યુબમાં વીડિયો જોતાં હતા. આ દરમ્યાન બજાજ ફીન્સર્વે લી કંપનીની જાહેરાત જોઇ વેપારીએ લિંક ઓપન કરી હતી. જે બાદમાં બીજા દિવસે અજાણ્યાં નંબર પરથી આકાશ ઝા નામના ઇસમનો ફોન આવ્યો હતો. જેમાં તેણે લોનની વાત કરતાં વેપારીને મકાન માટે લોન જોઇતી હોઇ વિશ્વાસમાં આવી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અજાણ્યાં ઇસમોએ વેપારીને ભોળવીને તેમના ડોક્યુમેન્ટ્સ વોટ્સએપમાં મંગાવી લીધા હતા. જે બાદમાં કંપનીના નામના અંગ્રેજીમાં લખેલાં કાગળો પણ મોકલી વિશ્વાસમાં લીધા હતા. આ તરફ વેપારીએ વિશ્વાસમાં આવી ફાઇચાર્જ, પ્રોસેસીંગ ફી સહિતના થઇ કુલ કિ.રૂ. 46,16,991 ભર્યા હતા. આ તરફ છેક 2 મહિને વેપારીને શંકા જતાં પૈસા પરત માંગતાં તેની પ્રોસેસીંગ માટે પણ પૈસા ભરવા પડવા પડશે તેવું કહ્યુ હતુ. જેથી વેપારીએ પ્રથમ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી. જે બાદમાં તપાસ કરતાં કંપની જ ફ્રોડ હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ અજાણ્યાં ઇસમો સામે લાંઘણજ પોલીસ મથકે આઇપીસી 420 અને આઇટી એક્ટની કલમ 66-C, 66-D મુજબ ગુનો નોંધાવ્યો છે.