મહેસાણા પાલિકાઃ રહીશો ગટરમાં, સત્તાનશીન તંત્રના અંધાપાથી સમસ્યા વકરી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહેલી છે. અણધડ વહીવટ, સત્તાધીન પાર્ટીની ખેંચતાણ અને શહેરમાં વકરી રહેલી ઠેર-ઠેર સમસ્યાઓ સામે પાલિકા નબળી પુરવાર થઈ રહી છે. સત્તાના નશામાં મદમસ્ત બનેલા લાગતા-વળગતા નગર પંચાયતને લોકોને પડી રહેલી મુશ્કેલીઓ દેખાતી નથી. શહેરમાં ભુગર્ભગટરના પાણી રોડ પર ફેલાતાં રોગચાળાની દહેશત ઉભી થવા પામી છે.
 
મહેસાણા પાલિકાઃ રહીશો ગટરમાં, સત્તાનશીન તંત્રના અંધાપાથી સમસ્યા વકરી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહેલી છે. અણધડ વહીવટ, સત્તાધીન પાર્ટીની ખેંચતાણ અને શહેરમાં વકરી રહેલી ઠેર-ઠેર સમસ્યાઓ સામે પાલિકા નબળી પુરવાર થઈ રહી છે. સત્તાના નશામાં મદમસ્ત બનેલા લાગતા-વળગતા નગર પંચાયતને લોકોને પડી રહેલી મુશ્કેલીઓ દેખાતી નથી. શહેરમાં ભુગર્ભગટરના પાણી રોડ પર ફેલાતાં રોગચાળાની દહેશત ઉભી થવા પામી છે.

Video:

મહેસાણાના રામોસણા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં જવાનો માર્ગ ગટરના રોગગ્રસ્ત પાણીના સકંજામાં આવી ગયો છે. અહીં આવેલ વ્રજ વાટીકા, રાધાસ્વામી સત્સંગ વ્યાસ, રાધેકુટીર, જ્યોતિ બંગલોઝ, વેલકમ ફ્લેટ, પ્રતિજ્ઞા સહિતની સોસાયટીમાં જવાના રોડ ઉપર ઉભરાતી ગટરો વાર્ષીક સમસ્યા બની રહી છે.

ગંભીર રોગચાળો ફેલાવવાની ભારે દહેશતથી અહીંના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આમ ગંભીર સમસ્યા હોવાછતાં પાલિકા આંખ આડા કાન કરી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. જોકે, વહેલી તકે પાલિકા આ બાબતે સજાગ બની ભુગર્ભ ગટરના પાણીની સમસ્યા ઉકેલે તેવી જનમાંગ ઉઠી છે.