મહેસાણાઃગૌચર ફેરબદલી કરવામાં જમીન દફતર કચેરી જવાબદાર?

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના લાખવડ ગામે ગૌચર જમીનની ફેરબદલ થઈ જવાની અરજીમાં નવી-નવી બાબતો સામે આવી રહી છે. સમગ્ર મામલે નવીન સર્વે નંબર અને નકશા સહિતમાં જિલ્લા જમીન દફતર કચેરીની ભૂમિકા શંકાસ્પદ બની છે. આ તરફ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ કરી રિપોર્ટ કરવા કહ્યું છે. મહેસાણા શહેર નજીકના લાખવડ ગામે ગામની ગૌચર અને ખેતીલાયક
 
મહેસાણાઃગૌચર ફેરબદલી કરવામાં જમીન દફતર કચેરી જવાબદાર?

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના લાખવડ ગામે ગૌચર જમીનની ફેરબદલ થઈ જવાની અરજીમાં નવી-નવી બાબતો સામે આવી રહી છે. સમગ્ર મામલે નવીન સર્વે નંબર અને નકશા સહિતમાં જિલ્લા જમીન દફતર કચેરીની ભૂમિકા શંકાસ્પદ બની છે. આ તરફ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ કરી રિપોર્ટ કરવા કહ્યું છે.

મહેસાણા શહેર નજીકના લાખવડ ગામે ગામની ગૌચર અને ખેતીલાયક જમીનની અદલા-બદલી કરવામાં આવી હોવાની બૂમરાણમાં તપાસના આદેશ થયા છે. કલેક્ટરે અરજદારને સાંભળી જિલ્લા જમીન દફતર કચેરીને સુચિત કરવા જમીન શાખાને આદેશ કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બે અલગ-અલગ પ્રકારની કેટેગરીવાળી જમીનની અદલા-બદલી કરવામાં જમીન દફતર કચેરીએ સાઠગાંઠ કરી લાખોની જમીન કરોડોમાં તબદીલ કરાવી આપી છે. અરજદારે જમીન દફતર કચેરી સામે આક્ષેપ કરી શંકાસ્પદ ભૂમિકા હોવાનું જણાવતા તંત્ર દ્વારા તપાસ તેજ બની છે.

આ તરફ તલાટીની નોટીસને પગલે જમીનધારકે રેકર્ડ આધારિત પોતે માલિકી હોવાનો જવાબ કરતા તલાટીએ સમગ્ર મામલે મામલતદાર, ટીડીઓ અને ડીએલઆરને રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.