મહેસાણાઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જન્મ દિવસે સેવાકાર્ય, રમિલાબેન ચૌધરીએ રક્તદાન કેમ્પ યોજ્યો

રક્તદાન જેવા માનવકાર્ય થકી નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી અટલ સમાચાર.મહેસાણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે સોમવારે મહેસાણામાં સાર્વજનિક કેમ્પસ ખાતેના કમળાબા હોલમાં રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં ૧૫૧ થી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયુ હતું. મહેસાણા જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રમીલાબેન ધીરેનભાઈ ચૌધરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેઓ મહેસાણા જિલ્લા પંચાયતમાં
 
મહેસાણાઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જન્મ દિવસે સેવાકાર્ય, રમિલાબેન ચૌધરીએ રક્તદાન કેમ્પ યોજ્યો

રક્તદાન જેવા માનવકાર્ય થકી નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી

અટલ સમાચાર.મહેસાણા

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે સોમવારે મહેસાણામાં સાર્વજનિક કેમ્પસ ખાતેના કમળાબા હોલમાં રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં ૧૫૧ થી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાયુ હતું. મહેસાણા જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રમીલાબેન ધીરેનભાઈ ચૌધરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેઓ મહેસાણા જિલ્લા પંચાયતમાં સદસ્યા પણ છે. રમીલાબેન ધીરેનભાઇ ચૌધરી દ્વારા માસ્ક તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જન્મ દિવસે સેવાકાર્ય, રમિલાબેન ચૌધરીએ રક્તદાન કેમ્પ યોજ્યો

મહેસાણા જિલ્લાના અને વિકાસ તેમજ માનવ સેવાને વરેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના જન્મદિવસની મહેસાણા જિલ્લામાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ અને જિલ્લા પંચાયતના ખેરવા બેઠકના સદસ્ય તેમજ અર્બુદા મહિલા ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના ચેરમેન રમીલાબેન ચૌધરી દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના ૬૫ મા જન્મદિવસની રક્તદાન કેમ્પ કરી ઉજવણી કરવામાં આવી હતી.વિકાસ અને માનસ સેવાને વરેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની જન્મજ્યંતિની ઠેરઠેર માનવ સેવાના કાર્યો થકી કરાઇ હતી.

મહેસાણાઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જન્મ દિવસે સેવાકાર્ય, રમિલાબેન ચૌધરીએ રક્તદાન કેમ્પ યોજ્યો

ખેતીબેન્કના પૂર્વ ચેરમેન ધીરેનભાઇ ચૌધરી દ્વારા મહેસાણામાં કમળબા હોલ સાર્વજનિક વિદ્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.રક્તદાનએ જીવનનું શ્રેષ્ઠ દાન છે. રક્તદાન થકી માનવની અમૂલ્ય જીંદગી બચાવી શકાય છે. રક્તનું સર્જન થઇ શકતું નથી. જેથી રક્તદાન જેવા માનવકાર્ય થકી નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.

મહેસાણાઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જન્મ દિવસે સેવાકાર્ય, રમિલાબેન ચૌધરીએ રક્તદાન કેમ્પ યોજ્યો

વધુમાં રક્તદાઓને પ્રોત્સાહિત કરવા માટે આર્કષક ગીફટ્નું પણ આયોજન કરાયું હતું. જેમાં દરેક રક્તદાતઓને બેગ,અમુલનુ તુલસી ફલેવક અને હલ્દી ફલેવર શક્તિવર્ધક દુધ,બટર તેમજ છ ગ્રોસરી આપવામાં આવી હતી. ૧૫૧ થી વધુ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.

મહેસાણાઃનાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના જન્મ દિવસે સેવાકાર્ય, રમિલાબેન ચૌધરીએ રક્તદાન કેમ્પ યોજ્યો

નોધનીય છે કે, સરળ સ્વભાવના ધિરેનભાઇ ચૌધરી મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રમાં સારી નામના ધરાવે છે. તેઓ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના નજીકના અને ખાસ વિશ્વાસુ હોવાનું પણ રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.  ધિરેનભાઇ ચૌધરી અને રમિલાબેન ચૌધરી મહેસાણા જિલ્લામાં સેવાકિય પ્રવૃતિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. તેઓ એક પ્રતિષ્ઠિત પ્રિન્ટ મિડિયા સાથે પણ જોડાયેલા છે.